Home /News /national-international /સપનાના યૂ-ટર્ન સામે કોંગ્રેસે પુરાવા રજૂ કરી કહ્યું,'ગઈ કાલે જ જોડાઈ હતી'

સપનાના યૂ-ટર્ન સામે કોંગ્રેસે પુરાવા રજૂ કરી કહ્યું,'ગઈ કાલે જ જોડાઈ હતી'

કોંગ્રેસના સંગઠન મહામંત્રીના હસ્તે સદસ્યતા ફોર્મ ભરી રહેલી સપના ચૌધરીની તસવીર

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સપના ચૌધરીનું સદસ્ય ફોર્મ રજૂ કરીને પુરાવા આપ્યા. રાજ્યના સંગઠન મંત્રી નરેન્દ્ર રાઠીએ કહ્યું 'મારી હાજરીમાં બહેન સાથે જોડાઈ હતી સપના'

    ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસમાં જોડાઈ ન હોવાનો સપના ચૌધરીનો દાવો કોંગ્રેસે ખોટો ઠેરવ્યો છે. કોંગ્રેસે સપના ચૌધરીનું સદસ્યતા ફોર્મ અને સદસ્યતા શુલ્કની રસીદ જાહેર કરીને પુરાવા આપી જણાવ્યું છે કે સપના શનિવારે જ કોંગ્રેસમાં જોડાઈ હતી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સંગઠન મંત્રી નરેન્દ્ર રાઠીએ સમાચાર સંસ્થા ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં પુરાવાઓ રજૂ કરી ખુલાસો કર્યો હતો.

    હરિયાણાની પ્રસિદ્ધ ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસને ટિકિટ પરથી મથુરા લોકસભા બેઠકની ઉમેદવાર બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બધાની વચ્ચે શનિવારે સાંજે સપના ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચારોના 24 કલાકની અંદર જ સપના ચૌધરીએ યૂ-ટર્ન લીધો હતો. સપનાએ જણાવ્યું હતું કે તે કોંગ્રેસમાં જોડાઈ જ નથી અને પક્ષ દ્વારા તેના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો: સપના ચૌધરીનો યૂ-ટર્ન, 'કોંગ્રેસમાં જોડાઈ નથી, પ્રિયંકા સાથેની તસવીર જૂની'

    સપનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે તે પ્રિયંકા ગાંધીને અગાઉ મળી હતી, પરંતુ કોંગ્રેસમાં જોડાઈ નથી. જોકે, સપનાના દાવાને કોંગ્રેસે ખોટો સાબિત કરતા પુરાવાઓ રજૂ કર્યા છે. કોંગ્રેસના સંગઠન મંત્રી નરેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે સપના તેની બહેન સાથે ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ હતી.



    કોંગ્રેસે રજૂ કરેલી તસવીરોને સમાચાર સંસ્થા ANIએ ટ્વીટમાં દર્શાવી છે. આ તસવીરમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટિનું સદસ્યતા ફોર્મ છે, જેમાં સપના ચૌધરીની તસવીર પણ છે, જ્યારે સદસ્યા બન્યાની શુલ્ક પાવતી પણ દર્શાવાઈ છે. આ ઉપરાંત સપનાની કોંગ્રેસ સંગઠન મહામંત્રી નરેન્દ્ર રાઠી સાથેની તસવીરો પણ રજૂ કરાઈ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Loksabha election 2019, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन