60 વર્ષે લગ્નના બંધનમાં બંધાયા મુકુલ વાસનિક, CM અશોક ગહલોતે પાઠવી શુભેચ્છા

News18 Gujarati
Updated: March 9, 2020, 5:38 PM IST
60 વર્ષે લગ્નના બંધનમાં બંધાયા મુકુલ વાસનિક, CM અશોક ગહલોતે પાઠવી શુભેચ્છા
અશોક ગહલોત, અહમદ પટેલ, રવીના ખુરાના અને મુલુક વાસનિક.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક (Mukul Wasnik) 60 વર્ષની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાયા છે. મુકુલ વાસનિક લાંબા સમય સુધી રાજસ્થાન કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રહી ચુક્યા છે.

  • Share this:
જયપુર : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress Senior Leader)અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક (Mukul Wasnik) 60 વર્ષની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાયા છે. વાસનિકે પોતાની મિત્ર રવીના ખુરાના (Raveena khurana) સાથે લગ્ન કર્યા છે. બંનેએ દિલ્હીની એક હૉટલમાં આઠમી માર્ચના રોજ મહિલા દિવસ પર લગ્નનું રિસેપ્શન (Marriage Reception) રાખ્યું હતું. આ સમારંભમાં રાજસ્થાનના સીએમ અશોક ગહલોત (Rajasthan CM Ashok Gehlot) સહિત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

સીએમ ગહલોતે શેર કરી તસવીર

રાજસ્થાનમાં તમામને આ લગ્ન વિશે ત્યારે માલુમ પડ્યું જ્યારે સીએમ અશોક ગહલોતે ટ્વિટ કરીને મુકુલ વાસનિક અને રવીના ખુરાનાને નવું જીવન શરૂ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. ગહલોતે વાસનિક અને ખુરાનાના સ્નેહ ભોજમાં સામેલ થઈને શુભેચ્છા પાઠવતી તસવીર પણ શેર કરી હતી. ગહલોતના ટ્વિટ પછી રાજકારણની દુનિયામાં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. વાસનિકને અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : Coronavirus : હવાથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, મેટ્રો અને AC બસ સૌથી ઘાતક

રાજસ્થાન કૉંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે વાસનિક

મુકુલ વાસનિક લાંબા સમય સુધી રાજસ્થાન કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રહી ચુક્યા છે. સીએમ ગહલોતને ગત કાર્યકાળમાં પણ વાસનિક રાજસ્થાનના પ્રભારી રહ્યા હતા. લાંબા સમય સુધી રાજસ્થાનના પ્રભારી રહેવાથી તેમની રાજસ્થાનના રાજકારણ પર સારી એવી પકડ છે. તેમને સીએમ ગહલોતના નજીકના માનવામાં આવે છે.
વાસનિક અને ખુરાનાના લગ્નની ચર્ચા

મોટી ઉંમરે લગ્ન કરનારા મુકુલ વાસનિક પહેલા નેતા નથી. કૉંગ્રેસમાં આ પહેલા દિગ્વિજિય સિંહ અને શશિ થરૂર પણ 60ની ઉંમર પછી લગ્ન કરી ચુક્યા છે. મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે કરેલા લગ્ન રાજકારણની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો : પ્રિયંકાએ રાણા કપૂરને 2 કરોડમાં વેચી હતી પેઇન્ટિંગ, બીજેપી અને કૉંગ્રેસ આમને-સામને

કોણ છે રવીના ખુરાના?

રવીના ખુરાના બિઝનેસમેન અને વ્યવસાયે વકીલ છે. હાલમાં તેઓ દિલ્હીમાં એક એમએનસી સાથે કામ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેમના દિલ્હીના અનેક રાજકીય નેતાઓ અને અમલદારો સાથે સાથે સંબંધો છે. એટલું જ તેઓ સામાજિક કામો સાથે પણ જોડાયેલા રહે છે.
First published: March 9, 2020, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading