નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્રએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિના પહેલા અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તેમની તબિયત સતત લથડી રહી હતી. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે. મેદાંતા હૉસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. અહેમદ પટેલની દફનવિધિ તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માદરે વતન એટલે કે પીરામણ ગામ ખાતે કરવામાં આવશે.
ફૈઝલ પટેલનું ટ્વીટ:
મારા પિતા મી. અહેમદ પટેલનું 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે નિધન થયું છે. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી. અલ્લાહ તેમને જન્નત બક્ષે તેવી દુઆ. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને ક્યાંય પણ વધારે સંખ્યામાં એકઠા ન થાય. તમામ જગ્યાએ સશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે.
ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરના રોજ અહેમદ પટેલે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, "મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તેઓ જાતે આઇસોલેશ થઈ જાય."
નોંધનીય છે કે કૉંગ્રેસ પાર્ટીમાં અહેમદ પટેલ લાંબા સમયથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ 1985માં રાજીવ ગાંધીના પાર્લિયામેન્ટ્રી સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. 2018માં મોતીલાલ વોરાના નિધન બાદ તેમની પસંદગી ટ્રેઝરર તરીકે કરવામાં આવી હતી.
પીએમ મોદીનું ટ્વીટ:
અહેમદ પટેલન નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "અહેમદ પટેલ જીના નિધનથી દુઃખી છું. તેમણે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી છે. તેઓ પોતાના શાર્પ દિમાગ માટે જાણીતા હતા અને કૉંગ્રેસ પાર્ટીને જે રીતે તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તેમની આત્માને શાંતિ મળે."
Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace.
રાજકીય કારકિર્દીની વાત કરીએ તો અહેમદ પટેલ આઠ વખત સાંસદ રહી ચુક્યા છે. જેમાં ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્ય સભાના સાંસદ રહી ચુક્યા છે. હાલ તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્ય સભાના સાંસદ હતા.
રાહુલ ગાંધીનું ટ્વીટ:
It is a sad day. Shri Ahmed Patel was a pillar of the Congress party. He lived and breathed Congress and stood with the party through its most difficult times. He was a tremendous asset.
અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કટોકટીના દિવસોથી થઈ હતી. 28 વર્ષીય પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલને તેમણે પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ સાઇડલાઇન થયા હતા. તેઓ ફક્ત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનીને રહી ગયા હતા. જે બાદમાં 90ના દાયકામાં સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે તેઓએ અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર