કોંગ્રેસે કહ્યું- રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ

કોંગ્રેસે કહ્યું- રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ

Rahul Gandhi Twitter Account: કોંગ્રેસ પાર્ટીએ એ પણ કહ્યું કે ટ્વિટર એકાઉન્ટ (Twitter Account)બહાલ થવા સુધી તે સોશિયલ મીડિયાના બીજા મંચોનો ઉપયોગ કરી જનતાનો અવાજ ઉઠાવતા રહેશે

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસે શનિવારે કહ્યું કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul Gandhi)ટ્વિટર એકાઉન્ટ (Rahul Gandhi Twitter Account)અસ્થાયી રૂપથી સસ્પેન્ડ છે અને તેની બહાલી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીએ એ પણ કહ્યું કે ટ્વિટર એકાઉન્ટ (Twitter Account)બહાલ થવા સુધી તે સોશિયલ મીડિયાના બીજા મંચોનો ઉપયોગ કરી જનતાનો અવાજ ઉઠાવતા રહેશે.

  કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું કે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ થયું છે અને તેની બહાલી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. એકાઉન્ટ બહાલ થવા સુધી તે સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ સાથે તમારી સાથે જોડાયેલા રહેશે અને લોકો માટે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે અને તેમની લડાઇ લડતા રહેશે. જય હિંદ.

  આ પણ વાંચો - Gold For India: નીરજ ચોપડાના ગોલ્ડથી દેશ ઝૂમી ઉઠ્યો, પીએમ મોદીએ કહ્યું- તેણે જે મેળવ્યું તે હંમેશા યાદ રખાશે

  સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કથિત દુષ્કર્મ અને હત્યાના મામલામાં નવ વર્ષીય પીડિતાના માતા-પિતા સાથે મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરવાના મામલામાં રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે.

  ઉલ્લેખનીય છે કે ટ્વિટરે શુક્રવારે રાત્રે રાહુલ ગાંધીની એ પોસ્ટને હટાવી દીધી હતી. ગત દિવસે જ્યારે રાહુલ ગાંધીએ આ તસવીર શેર કરી હતી તે પછી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર અને દિલ્હી પોલીસને પત્ર મોકલીને આ મામલામાં કાર્યવાહી માટે કહ્યું હતું.

  આ પણ વાંચો - Gold For India: ‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે...’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ

  9 વર્ષની રેપ પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવાના મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મુશ્કેલીમાં ઘેરાતા જાય છે. રાહુલ ગાંધી સામે કેસ નોંધવા અને ઉચિત કાનૂની કાર્યવાહીની માંગણીને લઇને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દેવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: