કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા ગુજરાત મોડેલ અપનાશે!

 • Share this:
  ભોપાલ: કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા ગુજરાત મોડેલ અપનાવ્યુ છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસ તેની પાર્ટીમાં ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ નિમ્યા હતા. ગુજરાતની જેમ જ હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં પણ ચાર વર્કિંગ પ્રેસિડેન્ડ નિમશે. આવી જ રીતે કોંગ્રેસ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભાજપની ઉત્તર પ્રદેશની ફોર્મુલા અપનાવશે અને મધ્ય પ્રદેશમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે.

  કોંગ્રેસ પાર્ટીએ સૌ પ્રથમ વખત મધ્ય પ્રદેશમાં ચાર વર્કિંગ પ્રેસિડેન્ટની નિમણૂક કરી છે અને પાર્ટીમાં ફેરફારો કર્યા છે. કોંગ્રેસની વરીષ્ઠ નેતા કમલ નાથને મધ્યપ્રદેશ યુનિટના નેતા જાહેર કર્યા છે. જ્યોતિરાદિત્યને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

  માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, આ ચાર વર્કિગ પ્રેસિડેન્ટની પસંદગીમાં ખૂબ કાળજી લેવામાં આવી છે. આ ચાર પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે તેમાં આદિવાસી નેતા બાલા બચ્ચન, દલિત નેતા સુરેન્દ્ર ચૌધરી, અન્ય પછાત વર્ગના નેતા રામનિવાસ રાવત અને યુવા ધારાસભ્ય જીતુ પટવારીનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે જરૂરી એવા નિમાર, માલવા, બુંદેલખંડ અને ગ્વાલિયર-ચંબલ વિસ્તારોનું આ ચારેય નેતાઓ પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગેસે આવી જ રીતે ચાર પ્રમુખોની નિમણૂંકો કરી હતી. આજ મોડેલને છત્તિસગઢમાં અમલ કરવામાં આવી રહ્યું છે.

  કોંગ્રેસના સિનિયર નેતાએ જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નાના પક્ષો સાથે જોડાણ કરશે. જેમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ગોંડવાના ગણતંત્ર પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે. બહુજન સમાજ પાર્ટી વિંધ્ય, બુંદેલખંડ અને ગ્વાલિયર-ચંબલ વિસ્તારોમાં સારુ એવુ પ્રભુત્વ ધરાવે છે અને ભાજપની સમીકરણો ઉંધા પાડી શકે છે.

  કમલ નાથને બસપા સુપ્રિમો માયાવતી સાથે સારા સંબધો છે એટલે મધ્ય પ્રદેશમાં બસપા સાથે જોડાણ શક્ય બને એવી શક્યતા છે. કમલ નાથના કોર્પોરેટ જગત સાથે સારા સંબધો છે અને તેમના આ સંબધો કોંગ્રેસને ચૂંટણી ભંડ઼ોળ એકઠુ કરવામાં કામ લાગશે. કોંગ્રેસને ભાજપ કરતા ઓછુ ભંડોળ મળે છે. જો કે, કમલ નાથ પાયાના માણસ નથી એને મોટાભાગે મધ્ય પ્રદેશથી બહાર રહે છે. જેથી કોંગ્રેસ માટે પાર્ટી નેતાઓને એક તાંતણે બાંધવા કઠીન બનશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યુ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્ય પ્રદેશની ચૂંટણીના શ્રી ગણેશ ઉજૈનના મહાકાલ મંદિરના દર્શન કરીને કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published: