કોંગ્રેસે દિલ્હી માટે જાહેર કર્યા 6 ઉમેદવાર, મનોજ તિવારી સામે શીલા દીક્ષિતને ટિકિટ

News18 Gujarati
Updated: April 22, 2019, 11:33 AM IST
કોંગ્રેસે દિલ્હી માટે જાહેર કર્યા 6 ઉમેદવાર, મનોજ તિવારી સામે શીલા દીક્ષિતને ટિકિટ
રાહુલ ગાંધી અને શિલા દીક્ષિત (ફાઇલ ફોટો)

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે દિલ્હીની 6 સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે

  • Share this:
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે દિલ્હીની 6 સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ આપી છે તો બીજી તરફ ઉત્તર પૂર્વની સીટથી શીલા દીક્ષિતને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, આ સીટ પર બીજેપી તરફથી મનોજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.

પૂર્વ દિલ્હીથી કોંગ્રેસે અરવિંદરસિંહ લવલીને મેદાનમાં ઉતાર્યા છે. નવી દિલ્હીથી અજય માકનને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીની ઉત્તર પશ્ચિમ સીટથી રાજેશ લિલોથિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, બીજેપીએ રવિવારે જ લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીની ચાર સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજેપી તરફથી ચાંદની ચોકથી ડો. હર્ષવર્ધન, નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા અને સાઉથ દિલ્હીથી રમેશ બિધૂડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ દિલ્હીની ચાર સીટો પર હાલના સાંસદનો ઉપર જ વિશ્વાસ મૂક્યો છે.

પહેલા કહેવામાં આવતું હતું કે બીજેપી કોંગ્રેસની યાદીની રાહ જોઈ રહી છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધનને લઈ અવઢવમાં છે પરંતુ હવે દિલ્હીની સાતમાંથી 6 સીટો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગઠબંધનને લઈ સમીકરણો સધાયા નથી.

આ પણ વાંચો, મતદાનનાં દિવસે વધશે 'ગરમી', જાણો તમારા શહેરમાં કેટલું રહેશે તાપમાન
First published: April 22, 2019, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading