Home /News /national-international /

રાજ બબ્બરનું વિવાદિત નિવેદન: રૂપિયાની કિંમત મોદીની માતાની ઉંમરની નજીક પહોંચી

રાજ બબ્બરનું વિવાદિત નિવેદન: રૂપિયાની કિંમત મોદીની માતાની ઉંમરની નજીક પહોંચી

રાજ બબ્બરે ઈંધણના વધતા ભાવોના કારણે તેઓએ વડાપ્રધાનને અપશુકનિયાળ પણ કહ્યા (ફાઇલ ફોટો)

રાજ બબ્બરે ઈંધણના વધતા ભાવોના કારણે વડાપ્રધાનને અપશુકનિયાળ પણ કહ્યા

    ઈન્દોર: મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રસ નેતા રાજ બબ્બરે વડાપ્રધાન મોદી પર અંગત રાજકીય હુમલો કર્યો છે. ઈન્દોરની એક સભામાં તેઓએ રૂપિયાની ઘટતી કિંમતની તુલના વડાપ્રધાન મોદીની માતા સાથે કરી દીધી. એટલું જ નહીં ઈંધણના વધતા ભાવોના કારણે તેઓએ વડાપ્રધાનને અપશુકનિયાળ પણ કહ્યા.

    ન્યૂઝ18 મુજબ, રાજ બબ્બરે ચૂંટણી સભામાં કહ્યું કે, તેઓ (પીએમ મોદી) પોતાના અગાઉના ભાષણોમાં કહેતા હતા કે ડોલરની સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે તે વડાપ્રધાન (મનમોહનસિંહ)ના ઉંમરની નજીક પહોંચી ગયો છે. આજે સ્થિતિ એવી છે કે રૂપિયાની કિંમત એટલી ગગડી ગઈ છે કે તેમની (પીએમ મોદી) માતાના ઉંમરની નજીક પહોંચી ગઈ છે.

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની માતા હિરાબાની ઉંમર 97 વર્ષ છે.

    આ પણ વાંચો, પીએમ મોદીની જાતિ પર સવાલ ઉઠાવતા નિવેદન પર કોંગ્રેસના નેતાએ માંગી માફી

    બીજેપીએ રાજ બબ્બરને તેમના આ નિવેદન માટે માફી માગવા કહ્યું છે. બીજેપીએ કહ્યું કે કોંગ્રેસ પોતાના નિવેદનોમાં નિમ્નસ્તર સુધી પહોંચી ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજકીય નિવેદનોમાં કંઈક તો મર્યાદા રાખવી જોઈએ. રાજ બબ્બરનું આ નિવેદન તેમની માનસિક્તા દર્શાવે છે. તેમને તાત્કાલીક માફી માગવી જોઈએ. ચૂંટણી દરમિયાન રાજકીય નિવેદનોમાં નેતાઓ એક-બીજા પર વ્યક્તિગત હુમલા કરતા રહે છે. પરંતુ રાજ બબ્બરે જે પ્રકારે નિવેદન કર્યું છે, તે શરમજનક છે.

    બીજી તરફ, કોંગ્રેસના અખિલેશ પ્રતાપસિંહે રાજ બબ્બરના નિવેદનનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી પણ આ પ્રકારે ગાંધી-નહેરુ પરિવારનો ઉલ્લેખ કરીને રાજકીય હુમલા કરતા રહે છે. બીજી તરફ, રાજ બબ્બરે પીએમ મોદીને અપશુકનિયાળ કહેવાને લઈને અખિલેશ પ્રતાપે કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે પોતાના ભાષણોમાં પોતે જ ઈંધણની ઘટતી કિંમતને લઈને પોતાને શુકનિયાળ કહેતા હોય તો પછી જો ઈંધણની કિંમત વધવાને લઈને જો તેમને અપશુકનિયાળ કહ્યા તો તેમાં શું ખોટું કર્યું?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Raj babbar, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन