કૉંગ્રેસે CDS નિયુક્તિનો વિરોધ કર્યો, કહ્યું- સરકાર ઉઠાવી રહી છે ખોટું પગલું

News18 Gujarati
Updated: December 31, 2019, 12:59 PM IST
કૉંગ્રેસે CDS નિયુક્તિનો વિરોધ કર્યો, કહ્યું- સરકાર ઉઠાવી રહી છે ખોટું પગલું
મનીષ તિવારીએ કહ્યું કે, મોદી સરકાર ખોટું પગલું ઉઠાવી રહી છે. (ફાઇલ તસવીર)

મનીષ તિવારીએ પૂછ્યું કે, શું CDSની સલાહ સંબંધિત સેના પ્રમુખોની સલાહથી વધુ મહત્વની રહેશે?

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) પદના સર્જનના નિર્ણય પર કૉંગ્રેસ (Congress)એ સવાલ કર્યો છે. કૉંગ્રેસ નેતા મનીષ તિવારી (Manish Tewari)એ આરોપ લગાવ્યો કે સરકારે સીડીએસ પદને લઈ ખોટું પગલું ઉઠાવ્યું છે. તિવારીએ ટ્વિટ કરીને કહ્યું, 'રક્ષા મંત્રીના મુખ્ય સૈન્‍ય સલાહકારને નોમિનેટ કર્યા બાદ ત્રણેય સેનાઓના પ્રમુખો તરફથી સરકારને આપવામાં આવતી સૈન્ય ભલામણો પર શું અસર થશે? શું સીડીએસની સલાહ સંબંધિત સેના પ્રમુખોની સલાહથી વધુ મહત્વની રહેશે?'

તિવારીએ કહ્યું કે, 'શું રક્ષા મંત્રીને ત્રણેય સેનાઓના પ્રમુખ પોતાના રિપોર્ટ રક્ષા સચિવ કે સીડીએસના માધ્યમથી આપશે?' તેમણે સવાલ કર્યો કે 'રક્ષા સચિવની તુલનામાં સીડીએસની શક્તિઓ શું હશે? શું નિયમ 11ના સંદર્ભમાં રક્ષા સચિવ રક્ષા મંત્રાલયના પ્રશાસનિક પ્રમુખ ચાલુ રહેશે? સૈન્ય મામલાઓ માટે પ્રસ્તાવિત વિભાગના અધિકારી કોણ હશે?'
તિવારીએ કહ્યું, શું સીડીએસ સેવા પ્રમુખોના સંબંધમાં ત્રણેય સૈન્ય પ્રતિષ્ઠાનો અને સંગઠનોથી ઉપર રહેશે? સિવિલ સૈન્ય સંબંધો પર સીડીએસની નિયુક્તિની શું અસર થશે?

બિપિન રાવત પહેલા સીડીએસ

નોંધનીય છે કે, સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને સોમવારે દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) નિયુક્ત કરવામાં આવ્યા છે. સીડીએસનું કામ આર્મી, નેવી અને એરફોર્સના કામકાજમાં સારો તાલમેલ લાવવો અને દેશની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનું હશે. સરકારી આદેશ મુજબ સીડીએસ પદ પર જનરલ રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બરથી પ્રભાવી હશે.

જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2016ના રોજ સેના પ્રમુખનું પદ સંભાળ્યું હતું. તેઓ મંગળવારે સેવાનિવૃત થઈ રહ્યા હતા. સેના પ્રમુખ બનતાં પહેલાં તેઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા, ભારત-ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા અને પૂર્વોત્તરમાં વિભિન્ન સંચાલનાત્મક જવાબદારી ચૂક્યા હતા. રક્ષા મંત્રાલયે કહ્યું કે, સરકારે જનરલ રાવતને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે જે 31 ડિસેમ્બરથી આગામી આદેશ સુધી પ્રભાવી હશે અને જનરલ રાવતની સેવા અવધિ 31 ડિસેમ્બરથી ત્યાં સુધી વધારવામાં આવે છે, જ્યાં સુધી સીડીએસ કાર્યાલયમાં રહેશે. સરકાર દ્વારા નિયમોમાં સંશોધન કરીને સેવાનિવૃત્તિની ઉંમર વધારીને 65 વર્ષ કર્યા બાદ જનરલ રાવત ત્રણ વર્ષ માટે સીડીએસ તરીકે સેવા આપી શકશે.

આ પણ વાંચો, નિવૃત્ત થયા જનરલ બિપિન રાવત, કહ્યું- હવે નવા આર્મી ચીફ કરશે યોગ્ય કાર્યવાહી
First published: December 31, 2019, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading