વાયનાડમાં રાહુલનો પ્રહાર, PM મોદીએ નફરત ફેલાવી જીતી ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન અને યુપીમાં અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

News18 Gujarati
Updated: June 8, 2019, 7:28 PM IST
વાયનાડમાં રાહુલનો પ્રહાર, PM મોદીએ નફરત ફેલાવી જીતી ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન અને યુપીમાં અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું
News18 Gujarati
Updated: June 8, 2019, 7:28 PM IST
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન અને યુપીમાં અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ત્રણ દિલસના પ્રવાસ પર કેરળના વાયનાડમાં રાહુલે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી ખોટું બોલી, નફરત ફેલાવી આ ચૂંટણી જીતી છે, પરંતુ તેનો જવાબ અમે સત્ય, પ્રેમ અને સ્નેહથી આપીશું.

પોતાના સંસદીય વિસ્તાર વાયનાડની પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી અને ભાજપ પર વાકપ્રહાર કરી કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમનો પ્રચાર અભિયાન ખોટું, જહેર અને ઘૃણાથી ભરેલું હતું, જ્યારે કોંગ્રેસ સચ્ચાઇ, પ્રેમ અને લાગણી સાથે ઉભી રહી હતી. રાહુલે રોડ શો બાદ કાલપેટા, કમલબકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં યુડીએફના કાર્યકર્તા અને મહિલાઓ હાજર હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ બંગાળમાં વિજય રેલી કાઢવા મામલે BJP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ

રાહુલે વધુમાં કહ્યું કે મોદી હથિયારની જેમ ઘૃણા, ગુસ્સો અને અસત્યનો ઉપયોગ કરે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાન દ્વારા દર્શાવવામાં આવેલી સૌથી ખરાબ ભાવનાઓ સામે લડાઇ ચાલુ રાખશે, અમે રાષ્ટ્રીય સ્તર પર ઝેર સામે લડી રહ્યાં છીએ, મોદીનો પ્રચારે દેશની જનતામાં ભાગલા પાડવાનું કામ કર્યું. રાહુલની સાથે કોંગ્રેસના મહાસચિવ કર્ણાટક પ્રભારી કે.સી. વેણુગોપાલ, કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા, કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી હાજર રહ્યાં હતા.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...