આખી કેબિનેટ મોદીથી અસહમત, પણ બોલવાની હિંમત કોઇમાં નથી: રાહુલ

News18 Gujarati
Updated: January 25, 2019, 4:09 PM IST
આખી કેબિનેટ મોદીથી અસહમત, પણ બોલવાની હિંમત કોઇમાં નથી: રાહુલ
ભુવનેશ્વરમાં એક ધ ઓડિશા ડાયલોગ ઇન્ટેરેક્ટિવ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું.

ભુવનેશ્વરમાં એક ધ ઓડિશા ડાયલોગ ઇન્ટેરેક્ટિવ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું.

  • Share this:
ભુવનેશ્વરમાં એક ધ ઓડિશા ડાયલોગ ઇન્ટેરેક્ટિવ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જેમાં રાહુલે કહ્યું કે મોદી પર કોઇનો અંકુશ નથી. કેબિનેટના તમામ મંત્રીઓ મોદીથી અસહમત હોય છે, પરંતુ કોઇનામાં એટલી હિંમત નથી કે તેઓ તેમના વિરુદ્ધ બોલી શકે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લોકોની વાતો સાંભળે છે જ્યારે મોદીને લાગે છે કે તેને બધી ખબર છે અને આથી તેઓ કોઇની સલાહ નથી લેતા, ભાજપ અને કોંગ્રેસમાં આ જ તો ફરક છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ફરી આવ્યો રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટ ઉપર ‘ફૂલ પૈસા વસૂલ સેલ’

ભાજપ અને બીજેડીને એક જેવા જ ગણાવતા રાહુલે કહ્યું કે બંનેએ એક જેવું મોડલ અપનાવ્યું જે હતું ગુજરાત મોડલ, આ મોડલ અંતર્ગત ઉદ્યોગપતિ મુખ્યમંત્રીની માર્કેટિંગ માટે ખર્ચ કરે છે અને તેના બદલામાં સરકારની નીતિઓમાં તેની વાત માનવામાં આવે છે.

રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો કે કોંગ્રેસ પાસે યોગ્ય સિસ્ટમ ન હતી અને સામાન્ય રીતે તેમની વાતોને ખોટી રીતે સમજવામાં આવી હતી પરંતુ પાર્ટી હંમેશા તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, ભલે તે ગરીબ વર્ગ હોય કે દલિત હોય, કે પછી મીડલ ક્લાસ હોય અથવા ઉદ્યોગપતિ હોય.
First published: January 25, 2019, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading