રાહુલ ગાંધીના ટ્વીટ બાદ છેડાયું ટ્વીટર યુદ્ધ, અમિત શાહ થયા ગુસ્સે !

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીજી, આ ભારતીય સેનાનો સમ્માનીય સભ્ય છે અને આપણા રાષ્ટ્રની સુરક્ષામાં યોગદાન આપે છે.

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીજી, આ ભારતીય સેનાનો સમ્માનીય સભ્ય છે અને આપણા રાષ્ટ્રની સુરક્ષામાં યોગદાન આપે છે.

 • Share this:
  દુનિયાભરમાં શુક્રવારે યોગ દિવસ મનાવવામાં આવ્યો, આ તકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું જેના કારણે ટ્વીટર યુદ્ધ છેડાયું. ટ્વીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ ટોચના નેતાઓએ કડક શબ્દોમાં નિંદા કરી આકરા પ્રહારો કર્યા હતા.

  રાહુલ ગાંધીએ એક તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે ન્યૂ ઇન્ડિયા, આ તસવીરમાં સેનાના જવાન ડોગ સાથે યોગ કરતાં નજર આવી રહ્યાં છે. રાહુલ ગાંધીએ બે તસવીરો પોસ્ટ કરી, તસવીરોમાં સૈનિક ડોગ સામ સામે બેસી યોગ કરી રહ્યાં છે.

  અમિત શાહે આવો જવાબ આપ્યો


  આ ટ્વીટ પર અમિત શાહે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી, તેઓએ લખ્યું કે કોંગ્રેસની નકારાત્મકતા સામે આવી રહી છે, લોકસભામાં ત્રણ તલાક બિલ રજૂ થયું ત્યારે પણ કોંગ્રેસની નકારાત્મકતા દેખાઇ હતી, હવે યોગ દિવસે પણ મજાડ ઉડાવવામાં આવી રહી છે. તેઓ આપણા સૈનિકોનું અપમાન કરી રહ્યાં છે.

  તો દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીજી, આ ભારતીય સેનાનો સમ્માનીય સભ્ય છે અને આપણા રાષ્ટ્રની સુરક્ષામાં યોગદાન આપે છે. તેઓએ કહ્યું કે જ્યારે કોઇ વારંવાર આપણી સેનાનું અપમાન કરે છે તો એક જ પ્રાર્થના કરી શકાય કે ભગવાન સદબુદ્ધિ આપે.
  Published by:Sanjay Vaghela
  First published: