અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું- મેં એક વફાદાર સહયોગી અને દોસ્તને ગુમાવ્યા

અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું- સોનિયા ગાંધી

અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું- સોનિયા ગાંધી

 • Share this:
  નવી દિલ્હીઃ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ (Ahmed Patel)નું કોરોના સામે લડતાં બુધવાર વહેલી પરોઢે અવસાન થયું છે. તેમના દીકરા ફૈઝલ પટેલ (Faisal Patel)એ ટ્વીટ કરીને નિધનની જાણકારી આપી. થોડા દિવસ પહેલા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું છે કે, મેં એક અરપિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી એન મિત્રને ગુમાવ્યા છે.

  સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની ઈમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમનામાં ઉદારતાનો દુર્લભ ગુણ હતો, જે તેમને બીજાથી અલગ કરતા હતા.

  આ પણ વાંચો, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  સોનિયા ગાંધીએ વધુમાં લખ્યું કે, મેં એક અપરિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી અને એક દોસ્તને ગુમાવ્યા છે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું અને હું તેમના શોકગ્રસ્ત પરિવાર માટે સંવેદનાઓ વ્યક્ત કરું છું. નોંધનીય છે કે અહેમદ પટેલે વર્ષો સુધી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું અને માનવામાં આવે છે કે તેઓ તેમના દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયનો હિસ્સો હતો.

  આ પણ વાંચો, Ahmed Patel Dies: સૌથી યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના ભરોસાપાત્ર સલાહકાર સુધી- અહેમદ પટેલની રાજકીય સફર

  બીજી તરફ, અહેમદ પટેલના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, આ એક દુખદ દિવસ છે. શ્રી અહેમદ પટેલ કૉંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓએ કૉંગ્રેસ પાર્ટી માટે જીવ્યા અને સાથી કઠિન સમયમાં પાર્ટી સાથે ઊભા રહ્યા. તેઓ અતિમહત્ત્વપૂર્ણ હતા. અમે તેમને યાદ કરતાં રહીશું. ફૈઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

  પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને અહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, અહેમદજી એક એવા સિનિયર સાથી હતા જેઓ હંમેશા અમારી સાથે ઊભા રહ્યા. તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
  Published by:Mrunal Bhojak
  First published: