બધેલ, દેવ અથવા સાહૂ કોને મળશે છત્તીસગઢનો તાજ? આજે થશે નિર્ણય

News18 Gujarati
Updated: December 15, 2018, 8:01 AM IST
બધેલ, દેવ અથવા સાહૂ કોને મળશે છત્તીસગઢનો તાજ? આજે થશે નિર્ણય
ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને તામ્રધ્વજ સાહૂની ફાઇલ તસવીર

મુખ્યમંત્રીની રેસમાં ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને તામ્રધ્વજ સાહૂનું નામ વધારે ચર્ચામાં છે.

  • Share this:
છત્તીસગઢના મુખ્યમંત્રીના નામને લઇને હજી સુધી સસ્પેન્સ યથાવત્ છે. દિલ્હીમાં શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને છત્તીસગઢના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. છત્તીસગઢમાં સીએમ રેસમાં ત્રણ નેતાઓના નામ સૌથી ઉપર ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીની રેસમાં ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને તામ્રધ્વજ સાહૂનું નામ વધારે ચર્ચામાં છે. મુખ્યમંત્રીના નામને લઇને રાજધાની રાયપુરમાં 4 વાગે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થશે.

છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેશ સિંહ બઘેલે કહ્યું હતું કે, અમે આલાકામાન ઉપર નિર્ણયનો અધિકાર છોડ્યો છે. જે પણ નિર્ણય લેશે એ માન્ય રહેશે. તો ટીએસ સિંહ દેવે કહ્યું કે હું ઇચ્છુંછું કે કોંગ્રેસ છત્તીસગઢ માટે જેટલું ઝડપી બની શકે એટલી ઝડપી નિર્ણય લે. રાહુલ ગાંધીના આશ્વાસન આપ્યું કે સરકારના ગઠન માટે 10 દિવસોની અંદર દેવું માફ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓ દિલ્હીમાં હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી.

આ પણ વાંચોઃ-17 ડિસેમ્બરે કોંગ્રેસ ડે! MP-રાજસ્થાન અને છત્તીસગઢના CM એક જ દિવસે લેશે શપથ: સૂત્ર

11 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા હતા. જેમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બાજી મારી હતી. આ ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ માટે ભારે સસ્પેન્શ રહ્યા બાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હજી છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, આજે શનિવારે આ સસ્પેન્સ ઉપર પણ પડદો ઉઠી જશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતનું નામ ખુલ્યું છે. રાજસ્થાનમાં સચિન પાયલટને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
First published: December 15, 2018, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading