PM મોદીના શપથગ્રહણમાં સામેલ થશે સોનિયા અને રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: May 29, 2019, 8:00 PM IST
PM મોદીના શપથગ્રહણમાં સામેલ થશે સોનિયા અને રાહુલ ગાંધી
News18 Gujarati
Updated: May 29, 2019, 8:00 PM IST
ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. તેઓની સાથે ગુલામ નબી આઝાદ પણ સામેલ થશે. 30 મેના રોજ યોજાનારા આ શપથગ્રહણ સમારોહમાં અંદાજે 6500 મહેમાન સામેલ થશે.

ગત લોકસભા ચૂંટણીમાં અંદાજે પાંચ હજાર મહેમાન તેમાં સામેલ થયા હતા. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાની મનાઇ કરી દીધી છે. આ પહેલા તેઓએ શપથગ્રહણ સમારોહમાં હાજર રહેવાની વાત કરી હતી. તેઓએ કહ્યું કે મીડિયા રિપોર્ટમાં ભાજપ દાવો કરી રહ્યું છે કે બંગાળમાં થયેલી રાજનૈતિક હિંસામાં 54 લોકો માર્યા ગયા. આ ખોટી વાત છે. હું મજબૂર છું પરંતુ સમારોહમાં સામેલ નહીં થઇ શકું.

 


Loading...



ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તમામ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રમુખ વિપક્ષ પાર્ટીના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સોનિયા ગાંધી સિવાય અરવિંદ કેજરીવાલ તથા વિદેશી રાષ્ટ્રપતિ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...