AAP સાથે ગઠબંધન કરવું કે નહીં? રાહુલ ગાંધીએ કાર્યકરોનો અભિપ્રાય માંગ્યો

News18 Gujarati
Updated: March 14, 2019, 11:07 AM IST
AAP સાથે ગઠબંધન કરવું કે નહીં? રાહુલ ગાંધીએ કાર્યકરોનો અભિપ્રાય માંગ્યો
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

શક્તિ એપ પર બુધવારથી આ અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, ગુરુવારે આ સર્વે પૂર્ણ કરવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : આગામી લોકસભાની ચૂંટણી માટે આપ (આમ આદમી પાર્ટી) સાથે ગઠબંધન કરવું કે નહીં તે વિશે અભિપ્રાય જાણવા માટે હવે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી શાખાના કોંગ્રેસના કાર્યકરોનો અભિપ્રાય માંગ્યો છે. આ માટે કોંગ્રેસે તેની એપ પર એક ઓડિયો ક્લિપ મૂકી છે. કોંગ્રેસ તેની શક્તિ એપ મારફતે આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે બાબતનો સર્વે કરી રહી છે. આ માટે એઆઈસીસીના ઈન્ચાર્જ પીસી ચાકો તરફથી ઓડિયો ક્લિપ લોંચ કરીને દિલ્હીના કોંગ્રેસના કાર્યકરોનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શક્તિ એપ પર બુધવારથી આ અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, ગુરુવારે આ સર્વે પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે આપ સાથે જોડાણ કરવું કે નહીં તેનો અંતિમ નિર્ણય મહિનાના અંત સુધીમાં લેવામાં આવી શકે છે. પાર્ટીના એક આગેવાનનું કહેવું છે કે, "શક્તિ એપ મારફતે કરવામાં આવેલા સર્વેનું જે તારણ આવશે તે પક્ષના હાઇકમાન્ડને મોકલવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય તેમના તરફથી કરવામાં આવશે."

આ પણ વાંચો : મસૂદ મુદ્દે ચીનની અવળચંડાઈથી ભડક્યા રાહુલ: જિનપિંગથી ડરે છે PM મોદી, ચૂપ કેમ?

તાજેતરમાં આપ સાથે જોડાણને લઈને દિલ્હીના કોંગ્રેસ વડા શિલા દીક્ષિતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બાદમાં શિલા દીક્ષિતે જણાવ્યું હતું કે આપ સાથે ગઠબંધન કરવા માટે પક્ષમાં એકમત નથી. જે બાદમાં લોકસભાની ચૂંટણીમાં આપ સાથે કોઈ જ જોડાણ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સૂત્રોનું કહેવું છે કે જો આમ આદમી પાર્ટી નવી દિલ્હી, ચાંદની ચોક અને ઉત્તર-પશ્ચિમ બેઠકો છોડવા માટે તૈયાર હોય તો કોંગ્રેસ ગઠબંધન માટે તૈયાર છે.

આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સમક્ષ હરિયાણામાં ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, જો હરિયાણામાં કોંગ્રેસ અને આપ સાથે મળીને લડશે તો તમામ બેઠકો જીતી શકાશે.આપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ગઠબંધનની વાતો વચ્ચે બીજેપીના નેતાએ જણાવ્યું હતું કે, "દિલ્હીમાં બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે તો પણ તેમનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે."

દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે 12મી મેના રોજ મતદાન યોજાશે. પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
First published: March 14, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading