રાહુલ ગાંધીની ગર્જનાઃ 52 સાંસદો હોવા છતા ઘાયલ સિંહની જેમ ભાજપ સામે લડીશું

News18 Gujarati
Updated: June 1, 2019, 9:50 PM IST
રાહુલ ગાંધીની ગર્જનાઃ 52 સાંસદો હોવા છતા ઘાયલ સિંહની જેમ ભાજપ સામે લડીશું
News18 Gujarati
Updated: June 1, 2019, 9:50 PM IST
લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે સંપૂર્ણ તાકાત સાથે વિપક્ષની સંપૂર્ણ ભુમિકા નિભાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી જાહેર કરી અને કહ્યું કે કોંગ્રેસ પોતાની ભુમિકા દમદારી સાથે નિભાવવા તૈયાર છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પોતાના વિપક્ષી ઇરાદાની જાહેરાત કરી, જેમાં તેઓએ એક ઘાયલ સિંહની જેમ દહાડવાનો પ્રયાસ કર્યો છે. શનિવારે તેઓએ ટ્વીટ કર્યું જેમાં લખ્યું કે ભલે લોકસભામાં કોંગ્રેસના માત્ર 52 સીટ પર સાંસદો હોય, પરંતુ અમે સાહસી સિંહની જેમ ફક્રની સાથે સાથે મળીને કામ કરશું જેથી બંધારણ અને તમામ સંસ્થાઓનું રક્ષણ કરી શકાય કારણ કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી હોવાને કારણે આ આપણું કર્તવ્ય પણ છે. સંસદમાં ભાજપને વોકઓવર મળવાની કોઇ આશા ન રાખે.

અહીં ક્લિક કરી વાંચોઃ રાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ

 રાહુલે સાંસદોને આપી સલાહ

રાહુલ ગાંધીએ આ ટ્વીટ પાર્ટીના સાંસદોની સાથે બેઠક બાદ કર્યું. રાહુલે સાંસદોને કહ્યું કે સંભવ છે કે 52 કોંગ્રેસી સાંસદ વિરુદ્ધ કોઇ સંસ્થા હોય કે કોઇપણ ઉભું હોય, આપણે 52 સાંસદને ભાજપની સાથે શિદ્દતથી લડવાનું છે. આ બેઠકમાં તમામ કોંગ્રેસના સાંસદોએ બહુમતીથી સોનિયા ગાંધીને કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરી હતી.

રાહુલે કહ્યું કે એવી કોઇ સંસ્થા ન હતી જેણે તમારી સામે લડાઇ ન લડી અથવા તમને સંસદમાં આવતા રોક્યા ન હોય, તમે દરેડ પડકારનો હિમ્મતથી સામનો કરી લોકસભા સુધી પહોંચવાની સફર કરી છે. આ લડાઇ પર તમને ગર્વ હોવો જોઇએ. રાહુલે પોતાના સાંસદોને સંવિધાનની રક્ષા કરવા માટે લડાઇ ચાલુ રાખવાનો સંદેશ આપ્યો.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...