રાફેલ ડીલ પર SCના ચુકાદા બાદ રાહુલની પ્રતિક્રિયા, 'આજે ન્યાય થયો'

સુપ્રીમ કોર્ટનો આભાર માનતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. સુપ્રીમ કોર્ટે આજે ન્યાય કર્યો છે."

News18 Gujarati
Updated: April 11, 2019, 8:12 AM IST
રાફેલ ડીલ પર SCના ચુકાદા બાદ રાહુલની પ્રતિક્રિયા, 'આજે ન્યાય થયો'
રાહુલ ગાંધી
News18 Gujarati
Updated: April 11, 2019, 8:12 AM IST
નવી દિલ્હી : રાફેલના 'લીક' થયેલા દસ્તાવેજોની ફેર ચકાસણી ન કરવા માટે કેન્દ્ર સરકારે કરેલી અરજી સુપ્રીમ કોર્ટ તરફથી ફગાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ આજે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યાં બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

અમેઠીમાં મીડિયાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, "પીએમ નરેન્દ્ર મોદી એવો દાવો કરી રહ્યા હતા કે રાફેલ ડીલમાં તેમને સુપ્રીમ કોર્ટે ક્લિન ચીટ આપી દીધી છે. સુપ્રીમે આ બાબતે સ્પષ્ટતા કરી છે અને રાફેલ ડીલ મામલે તપાસ શરૂ કરી છે."

કોંગ્રેસ પ્રમુખ વધુમાં જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટે એ વાત સ્વીકારી છે કે રાફેલમાં કૌભાંડ થયું છે અને વડાપ્રધાને અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપ્યા છે. જો પીએમ મારી સાથે આ મુદ્દે ચર્ચા કરે તો તેઓ ભવિષ્યમાં દેશની જનતા સાથે આંખ નહીં મિલાવી શકે."

આ પણ વાંચો : ચૂંટણીના પહેલા સરકારને આંચકો, રાફેલ મામલે 'ગોપનીય દસ્તાવેજો'ની થશે તપાસ

સુપ્રીમ કોર્ટનો આભાર માનતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. સુપ્રીમ કોર્ટે આજે ન્યાય કર્યો છે."

આ પહેલા સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાફેલના ચુકાદા સામે કરવામાં આવેલી અરજી ચાલી શકે તેમ નથી, કારણ કે આ એવા દસ્તાવેજોના આધારે કરવામાં આવી છે જે ઓફિસિયલ સિક્રેટ એક્ટ અતંર્ગત આવે છે.
Loading...

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારના દાવાને ફગાવી દીધો હતો અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા અને અરુણ શૌરી તેમજ વકીલ તેમજ કાર્યકર પ્રશાંત ભૂષણ દ્વારા "લીક" થયેલા દસ્તાવેજોની તપાસ માટેની રિ-વ્યૂ પિટિશન સ્વીકારી લીધી હતી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ત્રણ જજોની ખંડપીઠે બુધવારે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, અરજીની તપાસમાં લીક થયેલા દસ્તાવેજોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. નોંધનીય છે કે 14મી ડિસેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે સ્વંત્રત તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
First published: April 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...