5 વર્ષમાં 69% વધી રાહુલ સંપત્તિ, દિલ્હીમાં ફાર્મ હાઉસના છે માલિક

News18 Gujarati
Updated: April 5, 2019, 7:08 AM IST
5 વર્ષમાં 69% વધી રાહુલ સંપત્તિ, દિલ્હીમાં ફાર્મ હાઉસના છે માલિક

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 69 ટકાનો વધારો થયો છે. 2019માં ભરેલા ચૂંટણી ફોર્મ પ્રમાણે રાહુલ ગાંધીની પાસે અંદાજે 15 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. સંપત્તિમાં રાહુલ-પ્રિયંકા સાથે ભાગીદારીમાં દિલ્હીના મહરોલીમાં એક ફાર્મ હાઉસના માલિક છે.

આ પહેલા 2014ના ચૂંટણી ફોર્મમાં રાહુલ ગાંધીએ પોતાની કુલ ચલ-અચલ સંપત્તિ 9.4 કરોડ રૂપિયા દર્શાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલની સંપત્તિમાં અંદાજે પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ચૂંટણીમાં કરો પાર્ટ ટાઇમ જોબ, મેળવો 8 હજારથી 2 લાખ પગાર

રાહુલ ગાંધીના ચૂંટણીફોર્મમાં જણાવવામાં આવ્યું કે તેમની અચલ સંપત્તિની કુલ મુલ્ય 2014માં 1.32 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 10.08 કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની ચલ સંપત્તિ 8.07 રૂપિયા હતી, જે હવે ઘટી 5.8 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ ચલ સંપત્તિમાં શેર અને બોંડમાં 5.19 કરોડ રૂપિયા છે. જો કે તેમની પાસે નકદ માત્ર 40 હજાર રૂપિયા જ છે.
First published: April 4, 2019, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading