સપા-બસપા ગઠબંધન પર બોલ્યા રાહુલ ગાંધી, 'તેઓએ કોંગ્રેસને ઓછી આંકી'

News18 Gujarati
Updated: January 13, 2019, 7:45 PM IST
સપા-બસપા ગઠબંધન પર બોલ્યા રાહુલ ગાંધી, 'તેઓએ કોંગ્રેસને ઓછી આંકી'

  • Share this:
યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણી 2019 માટે થયેલા ગઠબંધનમાં કોંગ્રેસને બાકાત રાખવા મુદ્દે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ સીટો પર સંપૂર્ણ ઉર્જા સાથે ચૂંટણી લડશે.સાથે જ કહ્યું કે સપા-બસપાએ કોંગ્રેસની શક્તિને ઓછી આંકી છે.

અહીં ક્લિક કરી વાંચો પેટ્રોલથી મળશે છુટકારો, લોન્ચ થઇ રહી છે આ પાંચ ઇલેકટ્રિક કાર

દુબઇ યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ News18 ઇન્ડિયા સાથે વાતચિતમાં ઉત્તર પ્રદેશમાં ગઠબંધન પર ચર્ચા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ યાદવે બસપાની સાથે ગઠબંધનના એલાન પહેલા તેમની સાથે વા કરી હતી, તો આ સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે અખીલેશે ન કોંગ્રેસ પાર્ટી સાથે, ન મારી સાથે અને અમારા લોકો સાથે કોઇ વાત કરી નથી.

રાહુલ ગાંધીએ સાથે જ કહ્યું કે આ એક રાજનીતિક નિર્ણય છે, તેઓએ પોતાનો રાજનીતિક નિર્ણય લીધો અમે તેનું સન્માન કરીએ છીએ. હું માયાવતીજી, અખીલેશ અને મુલાયમ સિંહનો આદર કરું છું. પરંતુ અમારે અમારું કામ પણ કરવું પડશે. અમે ઉત્તર પ્રદેશમાં સમગ્ર દમથી ચૂંટણી લડવી પડશે.

ઉત્તર પ્રદેશને લઇને રણનીતિ અંગેના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પીછે હટ નહીં કરીએ, કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ શક્તિ સાથે દરેક સીટ પર ચૂંટણી લડશે. મારું માનવું છે કે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અંડરએસ્ટીમેટ કરી છે. કોંગ્રેસ પાર્ટીની જે શક્તિથી તેઓ હજુ અજાણ છે, હવે જોવું રહ્યું શું થાય છે.
First published: January 13, 2019, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading