કોંગ્રેસની સ્પષ્ટતા : રાહુલ ગાાંધીએ નથી કરી રાજીનામાની રજૂઆત

કોંગ્રેસની સ્પષ્ટતા : રાહુલ ગાાંધીએ નથી કરી રાજીનામાની રજૂઆત
હારના કારણો પર મંથન કરવા અને આગળની રણનીતિ તૈયાર કરવા કોંગ્રેસના સિનિયર નેતાઓને એક બેઠક આજે મળશે

હારના કારણો પર મંથન કરવા અને આગળની રણનીતિ તૈયાર કરવા કોંગ્રેસના સિનિયર નેતાઓને એક બેઠક આજે મળશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાથે કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ પાર્ટી પોતાના અસ્તિત્વને બચાવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. કોંગ્રેસે ક્યારેય નહોતું વિચાર્યું કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેમને આ પ્રકારની શરમજનક હારનો સામનો કરવો પડશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019માં હારની જવાબદારી લીધી. રાહુલ ગાંધીએ બેઠકમાં આવતાં પહેલા મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધીએ તેમને સંગઠન મહાસચિવ વેણુગોપાલના રુમમાં અલગ-અલગ વાત કરી. અંતિમ સમય સુધી રાહુલને અધ્યક્ષ પક્ષ છોડવાની રજૂઆત કરવાથી રોકવાના પ્રયાસ થયા છે.

  જોકે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, રાહુલ ગાંધીએ સીવીસી સામે રાજીનામાની રજૂઆત નથી કરી. આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પીએલ પુનિયા સહિત તમામ નેતા ઉપસ્થિત છે.  બીજી તરફ, લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાની લાઇન લાગી ગઈ છે. પાર્ટીના યુપી રાજ્ય એકમના અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામાની રજૂઆત કરી છે. એટલું જ નહીં કર્ણાટકમાં સરકાર હોવા છતાંય ખરાબ પ્રદર્શન કરવાના કારણે કર્ણાટક કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ એચકે પાટિલે રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ કોંગ્રેસના ઓડિશા એકમના અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ રાજીનામાની રજૂઆત કરી છે. કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠીમાં મળેલી હાર બાદ જિલ્લા એકમના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પણ હારની નૈતિક જવાબદારી લેતાં રાજીનામું આપી દીધું છે.

  અહીં ક્લિક કરી જાણો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ ગુરુવારે હારની તમામ જવાબદારી લેતાં પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી, જ્યારે સોનિયા ગાંધીએ તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. જોકે બાદમાં કોંગ્રસે એ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે રાહુલે ક્યારેય રાજીનામાની રજૂઆત નથી કરી. બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ એવી સ્થિતિમાં નથી કે ગૃહમાં વિપક્ષના નેતાને પણ નિયુક્ત કરી શકે. આવું હવે સતત બીજી વાર થઈ રહ્યું છે.

  આ પણ વાંચો, NDAની બેઠકમાં આજે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

  કોંગ્રેસમાં આંતરિક કલહ

  હવે કોંગ્રેસની અંદરની કહલ પણ બહાર આવવા લાગી છે. પાર્ટીના કેટલાક સિનિયર નેતા હવે કોંગ્રેસ અધ્યક્ષની રણનીતિ પર સવાલ ઊઠી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાહુલ તરફથી કરવામાં આવેલા અંગત હુમલા જ્યારે કામ નહોતા કરી રહ્યા હતા તેઓએ તેને ચાલુ કેમ રાખ્યા. આવું જે કંઈક અડવાણીની સથે પણ થયું હતું જ્યારે 2009માં નબળા વડાપ્રધાન કહેતા તેઓએ મનમોહન સિંહ પર અંગત હુમલા કર્યા હતા. પરંતુ જેટલા તેઓએ હુમલા કર્યા તેટલું જ પોતાને નુકસાન થતું ગયું. બાદમાં સ્થિતિ એવી રહી કે જનતાએ એ વાતને નકારી દીધી અને મનમોહન સિંહ ફરી એકવાર કિંગ બન્યા. અંગત હુમલા તે સમયે કામ નહોતા આવ્યા અને ન આ વખતે કામ કરી શક્યા. જેટલા વિપક્ષે તેમની પર હુમલા કર્યા, ત્યાં સુધી કે ચોર શબ્દનો પણ ઉપયોગ કર્યો એટલો જ નરેન્દ્ર મોદીને લોકોનો સપોર્ટ મળતો રહ્યો.
  Published by:News18 Gujarati
  First published:May 25, 2019, 09:19 am

  ટૉપ ન્યૂઝ