સપા-બસપાના ગઠબંધન અંગે રાહુલ ગાંધીએ કહ્યું- યુપીમાં કોંગ્રેસને ઓછી આંકવી ભૂલ ભરેલું

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધીએ યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં બની રહેલા સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરવાની વાત અંગે અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, યુપીમાં કોંગ્રેસને ઓછી આંકવી એ ભૂલ ભરેલું છે.

  રાહુલ ગાંધીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં યુપીમાં એકલા હાથે જ ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણી રોચક વસ્તુઓ છે જે કોંગ્રેસ યુપીમાં કરી શકે છે. ઉત્તર પ્રદેશને લઇને કોંગ્રેસની રણનીતિ ખૂબ જ દમદાર છે. જેથી ઉત્તર પ્રદેશમાં અમે અમારા પ્રદર્શનને લઇને નિશ્ચિંત છીએ. અમે લોકોને ચોંકાવીશું.

  યુપીમાં 37-37 સીટો પર લડશે સપા-બસપા, કોંગ્રેસને માત્ર બે બેઠક!

  પહેલી વાર કોંગ્રેસ અધ્યક્ષે સપા-બસપાના ગઠબંધનમાં સામેલ ન થયા બાદ પ્લાન બી અંગે ખુલાસો કર્યો. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે મીડિયા રિપોર્ટ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપા અને બસપાના ગઠબંધનમાં કોંગ્રેસ માટે માત્ર બે બેઠકો અમેઠી અને રાયબરેલી જ છોડવામાં આવી છે.

  સવર્ણ આરક્ષણની યુપી પર પડશે અસર

  રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે વિપક્ષને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. અમારું પહેલું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાનું છે. ઘણા રાજ્યોમાં અમે મજબૂત છીએ, ત્યાં અમે ભાજપને સીધી ટક્કર આપીશું. કેટલાક રાજ્યોમાં અમે ગઠબંધન સાથે લડીશું. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગઠબંધનની ફોર્મ્યુલા પર કામ ચાલુ છે.
  Published by:Azhar Patangwala
  First published: