મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત, રાહુલ ગાંધીએ કમલનાથને સોંપી કમાન

News18 Gujarati
Updated: December 14, 2018, 7:34 AM IST
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત, રાહુલ ગાંધીએ કમલનાથને સોંપી કમાન
નેટવર્ક 18 ક્રિએટિવ

  • Share this:
ભારે કસ્મકસ બાદ અંતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથની વરણી થઇ છે. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બાદ આ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પ્રભારી એ કે એન્ટનીએ જણાવ્યું કે કમલનાથ 17 ડિસેમ્બરે મુખ્યમંત્રીના પદ માટે શપથ ગ્રહણ કરશે. કમલનાથની સાથે 20 મંત્રી પણ શપથગ્રહણ કરશે.

અહીં ક્લિક કરી વાંચો મુકેશ અંબાણીએ કર્યું લાડલીનું કન્યાદાન, Big Bના શ્લોકપઠનથી ભાવુક થયો પરિવારઃ Video

મુખ્યમંત્રીની પસંદગીને લઇને અટવાયેલો નિર્ણય કોંગ્રેસે લઇ લીધો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરી જીતનો સ્વાદ ચાખનાર કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કમલનાથનું નામ ફાઇનલ થયું છે. દિલ્હી સ્થિત રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ કમલનાથ પર મહોલ લગાવી હતી. કમલનાથ મુખ્યમંત્રી બનતાની સાથે જ ભોપાલ સ્થિત કમલનાથના ઘરે સમર્થકોએ ઉજવણી શરૂ કરી હતી.

ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ મુખ્યમંત્રી બનવા પર મહોર લાગી હતી. ત્યારબાદ દિલ્હી હાઇકમાન્ડને નામ મોકલવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં કમલનાથના પ્રતિસ્પર્ધિ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ આ પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન દિગ્વિજય સિંહે કર્યું હતું. ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં કમલનાથના નામ પર મહોર લાગી છે.

 નામ ફાઇનલ થયા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિ દળ રાજભવન જશે, જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલને ધારાસભ્યોનું દળ નેતાનું નામ સોંપશે. આ સિવાય રાજ્યપાલને શપથ સમારોહની તારીખની જાણકારી આપશે. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોની માગ પર રાજભવન નિર્ણય કરશે.

મંગળવારે આવેલા મધ્ય પ્રદેશની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને સૌથી વધારે 114 બેઠક મળી છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠક છે. આથી બહુમતિ માટે 116 બેઠક જરૂરી છે. કોંગ્રેસને બહુમતિ કરતા બે બેઠક ઓછી મળી છે. જોકે, બસપા અને સપાને સમર્થન જાહેર કરીને કોંગ્રેસની ચિંતા ઓછી કરી નાખી છે.

બીજી તરફ મંગળવારે મોડી રાત સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બીજેપી પણ મધ્ય પ્રદેશમાં સરકાર રચવા માટે પ્રયાસો કરશે. જોકે, બુધવારે શિવરાજસિંહે સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટીને 109 બેઠક મળી હોવાથી તે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે.
First published: December 13, 2018, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading