Home /News /national-international /

પાયલટ અને ગેહલોતથી ખૂબ નારાજ છે રાહુલ, મળવાનો કર્યો ઇનકાર

પાયલટ અને ગેહલોતથી ખૂબ નારાજ છે રાહુલ, મળવાનો કર્યો ઇનકાર

પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલે ગેહલોત અને પાયલટ સાથે સતત બીજા દિવસે મળવાનો કર્યો ઇનકાર

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં મળેલી હાર બાદથી કોંગ્રેસમાં ચાલી રહેલું ઘમાસાણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટીમાં અત્યાર સુધી 13 મહત્વપૂર્ણ નેતાઓએ પોતાના પદોથી રાજીનામું આીપ દીધું છે અને અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવાની રજૂઆત પર અડગ છે. એવા અહેવાલો આવી રહ્યા છે કે રાહુલ કેટલીક શરતોની સાથે પદ પર ચાલુ રહેવા તૈયાર છે, પરંતુ રાજસ્થાનમા્ર મળેલી હાર બાદ અશોક ગેહલોત અને સચિન પાયલટથી તેમની નારાજગી હવે જાહેર થવા લાગી છે.

    સચિન-ગેહલોતને ન મળ્યા રાહુલ

    મળતી જાણકારી મુજબ, મંગળવારે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત રાહુલને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, રાહુલે સતત બીજા દિવસે તેમને મળવાનો ઇનકાર કરી દીધો. બંનેએ થોડી વાર રાહ પણ જોઈ, પરંતુ બાદમાં માત્ર પ્રિયંકા ગાંધી સાથે જ મુલાકાત બાદ બંનેને પરત જવું પડ્યું.

    આ પણ વાંચો, નવા વિકલ્પોની સાથે અધ્યક્ષ પદ પર ચાલુ રહી શકે છે રાહુલ ગાંધી!

    મળતી માહિતી મુજબ, રાહુલ હજુ પણ અશોક ગેહલોતથી નારાજ છે કારણ કે તેમનું માનવું છે કે દીકરાની ચૂંટણી પર ધ્યાન આપવા માટે તેઓએ રાજ્યની તમામ સીટો પર ધ્યાન ન આપ્યું. સચિન પાયલટથી નારાજગીનું કારણ રાજસ્થાનમાં કોંગ્રેસની જૂથબંધી માનવામાં આવી રહી છે. રાહુલને લાગે છે કે ગેહલોત-સચિનની જૂથબંધીના કારણે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ ન જીતી શકી.

    રાહુલ વ્યક્ત કરી હતી નારાજગી

    નોંધનીય છે કે, હારની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી સીડબલ્યૂસી મીટિંગમાં રાહુલે અશોક ગેહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવા સિનીયર નેતાઓ પર નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે આ નેતાઓએ દીકરાની સીટો પર ધ્યાન આપ્યું જેનાથી પાર્ટીને નુકસાન થયું.

    આ પણ વાંચો, Analysis: રાહુલ અધ્યક્ષ રહેશે કે નહીં, કોંગ્રેસ માટે શું સારું છે?

    જોકે, એવા અહેવાલો છે કે રાહુલ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ તેઓએ કેટલીક શરતો મૂકી છે. કથિત રીતે રાહુલે પાર્ટીને નવા અધ્યક્ષ પસંદ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. બીજી તરફ, આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ અને રજનીકાંત જેવા નેતાઓએ તેમને પદ ન છોડવાની સલાહ આપી છે.

    આ પણ વાંચો, INSIDE STORY: કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામા પાછળ રાહુલનો આ છે માસ્ટર પ્લાન
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ashok Gehlot, Lok sabha election 2019, Sachin pilot, કોંગ્રેસ, રાજસ્થાન, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन