રાહુલ ગાંધીએ કૌરવો સાથે કરી બીજેપીની સરખામણી, કહ્યું- આરોપીને બનાવ્યા છે પાર્ટી પ્રેસિડેન્ટ

News18 Gujarati
Updated: March 18, 2018, 7:59 PM IST
રાહુલ ગાંધીએ કૌરવો સાથે કરી બીજેપીની સરખામણી, કહ્યું- આરોપીને બનાવ્યા છે પાર્ટી પ્રેસિડેન્ટ

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના 84માં મહાધિવેશનમાં બીજેપી પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના સમાપન ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસની વિચારધારા પર હુમલો કર્યો અને ભાજપની સરખામણી કૌરવો સાથે કરી. રાહુલ ગાંધીએ વર્તમાન સમયને મહાભારત સાથે જોડીને લોકો સામે રજૂ કર્યો હતો. રાહુલે કહ્યું કે, "વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં એક મોટી લડાઈ થઈ હતી, કૌરવ શક્તિશાળી અને ઘમંડી હતા, પાંડવ વિનમ્ર હતા અને તેમને સત્ય માટે યુદ્ધ કર્યો, કૌરવોની જેમ જ બીજેપી અને આરએસએસ સત્તા માટે લડે છે, જ્યારે કોંગ્રેસ પાંડવોની જેમ સત્યતા માટે લડવા કટિબંદ્ધ છે."

રાહુલે કહ્યું કે, વર્તમાન માહોલમાં ભષ્ટ અને શક્તિશાળી લોકોની બોલબાલા છે. રાહુલે કહ્યું, "આજે ભ્રષ્ટ અને શક્તિશાળી લોકો આપણા દેશમાં કોમ્યુનિકેશનને કંટ્રોલ કરે છે, શું ભારત સત્યનો સામનો કરશે કે પછી અસત્યતાની આવાજ સાંભળશે."

લગભગ એક કલાક લાંબા ભાષણમાં રાહુલ ગાંધીએ બીજેપી અને બીજેપી અધ્યક્ષ પર શાબ્દિક હુમલો કર્યો હતો. રાહુલ કહ્યું કે, લોકો હત્યાના આરોપીને બીજેપીના અધ્યક્ષના રૂપમાં સ્વીકાર કરી લેશે, પરંતુ તે લોકો જ કોંગ્રેસમાં આનો સ્વીકાર કરશે નહી કેમ કે લોકો કોંગ્રેસ પાર્ટીને આદરની નજરે જુએ છે.

First published: March 18, 2018, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading