રાહુલે સાધ્યું નિશાન: 'બંધ રૂમમાં તૈયાર કરાયો બીજેપીનો ચૂંટણી ઢંઢેરો'

News18 Gujarati
Updated: April 9, 2019, 12:21 PM IST
રાહુલે સાધ્યું નિશાન: 'બંધ રૂમમાં તૈયાર કરાયો બીજેપીનો ચૂંટણી ઢંઢેરો'
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, બીજેપી મેનિફેસ્ટો એક બંધ રૂમમાં બનાવવામાં આવ્યો છે. તે એક વ્યક્તિનો અવાજ છે

  • Share this:
બીજેપીએ લોકસભા ચૂંટણી માટે સોમવારે (8 એપ્રિલ) પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવમાં આવ્યો. તે કડીમાં મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો. બીજેપીના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો છે, તે કરોડો ભારતીય લોકોનો અવાજ છે, તે સારો અને શક્તિશાળી છે. પરંતુ બીજેપી ચૂંટણી ઢંઢેરો એક બંધ રૂમમાં તૈયાર કરાયો છે. તે એક વ્યક્તિનો અવાજ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતાં રાષ્ટ્રવાદને લઈ તમામ મુદ્દાઓને સાધવાનો પ્રયાસ કર્યો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર નિર્માણને પણ સામેલ કર્યું છે.
આ પહેલા સોમવારે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલે બીજેપીના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપના મેનિફેસ્ટોનો તફાવત મુખપૃષ્ઠ પરથી જ જોઈ શકાય છે. અમારા મેનિફેસ્ટોમાં લોકોનું ટોળું છે, જ્યારે બીજેપીના મેનિફેસ્ટોમાં ફક્ત એક જ વ્યક્તિની તસવીર છે. બીજેપીએ મેનિફેસ્ટોના બદલે "માફીનામા" જાહેર કરવું જોઈએ.

આ પણ વાંચો, બીજેપીના મેનિફેસ્ટોમાં માત્ર મોદી, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જનતા : અહેમદ પટેલ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ બીજેપીના ચૂંટણી ઢંઢેરા અંગે કહ્યું હતું કે, મોદીજી જુમલાઓની ખેતી કરી રહ્યા છે. મોદી સરકારનો મૂળ મંત્ર છે 'ઝાંસે મેં ફાંસો'. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને મોદી પર નિશાન સાધ્યું હતું. અહેમદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બીજેપી અને કોંગ્રેસના મેનિફેસ્ટોના મૃખપૃષ્ઠની તસવીર પરથી જ બંને વચ્ચેનો તફાવત સમજી શકાય છે.
First published: April 9, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading