Home /News /national-international /

રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે, કામતાનાથ મંદિરમાં કરશે દર્શન

રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે, કામતાનાથ મંદિરમાં કરશે દર્શન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 27 અને 28 સપ્ટેમ્બર બે દિવસના મધ્ય પ્રદેશના પ્રવાસે છે.

    વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 27 અને 28 સપ્ટેમ્બર બે દિવસના મધ્ય પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ચિત્રકૂટના પવિત્ર કામદગીરી પર્વત સ્થિત કામતાનાથ મંદિરના દર્શન કર્યા બાદ સતના અને રીવા જિલ્લામાં જાહેર રેલી અને રોડ શો કરશે. સપ્ટેમ્બર મહિનામાં આ તેમનો બીજો ચૂંટણી પ્રચાર હશે. આ પહેલા તેમણે 17 સપ્ટેમ્બરે ભોપાલમાં મંત્રોચ્ચારણ પછી પોતાના આશરે 14 કિલોમિટરનો રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમણએ રેલીને સંબોધી હતી.

    મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, રાહુલ 27 સપ્ટેમ્બરને હેલિકોપ્ટરના અલ્હાબાદથી ચિત્રકૂટ માટે રવાના થશે. આમ સવારે 11.10 વાગે ચિત્રકૂટ પહોંચશે. અને સીધા કામતાનાથ મંદિરના દર્શન કરવા જશે. મંદિર દર્શન બાદ તેઓ નજીકમાં બપોરે 12 વાગે ચિત્રકૂટમાં એક નાની જાહેર સભા સંબોધશે. ત્યારબાદ તેઓ સતના જશે.

    ગુપ્તાના કહેવા પ્રમાણે રાહુલ સતનામાં 2.10 વાગે જાહેર સભા સંબોધશે. 3.15 વાગે બસથી રીવા જિલ્લા માટે રવાના થશે. તેઓ પાંચ વાગે રીવા શહેરમાં રોડ શો કરશે. ત્યારબાદ સાંજે 6.30 વાગે સિરમોર સર્કલ રીવામાં સામાન્ય સભામાં સંબોધીત કરશે.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી 11 વાગે બસથી રવાના થશે 11.20 વાગે સૈપુર મોડ, સવારે 11.50 વાગે ગ્રામ બરોન, બપોરે બેકુંઠપુરમાં બેઠક, બપોરે 3.25 વાગે લાલગામમાં શેરી સભા,સાંજે 4.45 વાગે શેરી સભા સંબોધશે. રાહુલના બે દિવસીય પ્રવાસ દરમિયા મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Congress president, Election 2019, Visit madhya pradesh, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन