રાહુલે કહ્યું- 'PM બન્યા બાદ એકપણ વચન પુરુ નથી કરી શક્યા મોદી'

News18 Gujarati
Updated: September 10, 2018, 12:11 PM IST
રાહુલે કહ્યું- 'PM બન્યા બાદ એકપણ વચન પુરુ નથી કરી શક્યા મોદી'
દિલ્હીના રામલીલા મેદાનમાંથી રાહુલ ગાંધી

મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું

  • Share this:
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા વધારાના વિરોધમાં મોદી સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આખા દેશમાં આજે સોમવારે ભારત બંધની અસર જોવા મળી રહી છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટથી પગે ચાલીને દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ ઉપરાંત સોનિયા ગાંધી અને પૂર્વ મનમોહન સિંહ પણ રામલીલા મેદાન ધરણા કરવા માટે પહોંચ્યા હતા. મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી પોતાના વચન પુરા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

PM બન્યા બાદ એકપણ વચન પુરુ નથી કરી શક્યા મોદી

ભારત બંધ માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુંકે, "રૂપિયો સૌથી નીચા સ્તરે છે જ્યારે પેટ્રોલની કિંમતોમાં સૌથી વધારે છે. 2014માં વડાપ્રધાન મોદી બન્યા પછી મોટા મોટા વાયદા કર્યા હતા. જોકે તેમણે કરેલું એક પણ વચન પુરુ કર્યું નથી. ભ્રષ્ટાચાર, મોંઘવારી, મહિલાઓ પ્રત્યે ગુનાઓ સામે વડાપ્રધાન ચુપ રહે છે. તેઓ આવા મુદ્દાઓ ઉપર કંઇ જ નથી બોલતા."

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતુંકે, " રાંધણ ગેસ 800 રૂપિયા થઇ છે. મોદી સરકારે ખેડૂતોનું દેવું હજી સુધી માફ નથી કર્યું. જે દેશ સાંભળવા માગે છે મોદી એના ઉપર ચુપ છે. મોદી જ્યાં જાય છે ત્યાં તોડવાની વાત કરે છે."

મોદી સરકારને બદલવાનો સમય આવી ગયો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં ધરણા આપવા માટે પહોંચેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, "લોકો હતાશ છે, ગુસ્સામાં છે, ખેડૂતો પરેશાન છે, યુવાન બેરોજગારીની ચિંતા વધી રહી છે. મોદી સરકાર પોતાના તમામ વચનો પુરા કરવામાં નિષ્ફળ રહી છે. હવે મોદી સરકારને બદલવાનો સમય આવી ગયો છે"
First published: September 10, 2018, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading