Home /News /national-international /રાહુલ ગાંધી-નીતિન ગડકરીના આ ફોટોએ સૌનું ધ્યાન ખેંચ્યું

રાહુલ ગાંધી-નીતિન ગડકરીના આ ફોટોએ સૌનું ધ્યાન ખેંચ્યું

  ગત વર્ષે ગણતંત્રના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સીટને વિવાદ થયો હતો. પરંતુ આ વખતે રાહુલ ગાંધીને પરેડ સમારોહમાં પ્રથમ હરોળમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે બેસાડવામાં આવ્યા. ગત વર્ષે રાહુલ ગાંધી અને વિપક્ષ નેતાને છઠ્ઠી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.

  સોનિયા ગાંધીની જગ્યા રાહુલ ગાંધીએ લીધી છે, એટલે કે કોંગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધી બન્યા છે, આ સમારોહમાં સોનિયા ગાંધી આવ્યા ન હતા. ગત વર્ષે રાહુલ ગાંધીની સીટને લઇને ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

  આ વર્ષે જે પંક્તિમાં રાહુલ ગાંધી બેઠા હતા ત્યાં તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ પત્ની સાથે બેઠા હતા. આ દરમિયાન ગડકરી અને રાહુલ અનેક વખત પરસ્પર વાત કરતાં નજરી પડ્યા હતા. બંને પાસે બેઠવાની ઘટનાએ સૌકોઇનું ધ્યાન ખેંચ્યું અને અફવાઓનું બજાર ગરમ થયું.  ઉલ્લેખનીય છે કે ગડકરીએ હાલમાં જ અનેક એવા નિવેદનો આપ્યા હતા, જે ભાજપ વિરોધી હતા. જો કે નિવેદનો બાદ ગડકરીએ સ્પષ્ટતા પણ કરવી પડી હતી. ગત મહિને તેઓએ જવાહર લાલ નેહરુના વખાણ પણ કર્યા હતા. આ પહેલા તેઓએ ઇન્દિરા ગાંધીને મહિલા સશક્તિકરણનું પ્રતીક પણ ગણાવ્યા હતા.

  કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે પાર્ટી અધ્યક્ષ હંમેશા ગણતંત્ર દિવસ પરેડ સમારોહમાં રાજપથ પર પ્રથમ હરોળમાં બેસે છે. ગાંધીએ ગણતંત્ર દિવસે દેશવાસીઓને શુભકામના પણ પાઠવી હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદંમ્બરમે પણ દેશવાસીઓને બધાઇ આપી હતી. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ટ્વીટર પર લોકોને ગણતંત્ર દિવસની બધાઇ આપી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Congress president, Republic day

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन