દુબઇમાં રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું 'આંધ્રપ્રદેશને મળશે વિશેષ રાજ્યનો દરજ્જો'

News18 Gujarati
Updated: January 11, 2019, 9:28 PM IST
દુબઇમાં રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું 'આંધ્રપ્રદેશને મળશે વિશેષ રાજ્યનો દરજ્જો'
News18 Gujarati
Updated: January 11, 2019, 9:28 PM IST
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે છે, શુક્રવારે તેઓ યુએઇ પહોંચ્યા હતા, અહીં તેઓએ લેવર કોલોનીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં રાહુલ કહ્યું કે જો અમે 2019માં સત્તા પર આવ્યા તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આ સિવાય રાહુલે કહ્યું કે દેશના વિકાસમાં NRIનો ફાળો વધુ મહત્વનો છે.

પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું કે તમે ભારત, ભારતીય રાજ્ય અને ગરીબ લોકોની મદદ કરી અને પોતાના દુબઇ શહેરને બનાવવા માટે કામ કર્યું. જે સમગ્ર દુનિયામાં મહાન છે. આ માટે હું તમારો આભાર માનું છું. યુએઇના વિકાસ પર રાહુલે કહ્યું કે તમે અહીં જે વિશાળ વિકાસ જોઇ રહ્યાં છો, ઉંચી બિલ્ડિંગ, મોટા એરપોર્ટ્સ અને મેટ્રો, આ બધુ તમારી મદદ વગર અશક્ય હતું.

 


Loading...રાહુલે કહ્યું કે મને આશા છે કે જો આપણે સાથે મળીએ તો સરળતાથી વડાપ્રધાન મોદી અને ભારત સરકારને સમજાવી શકીએ કે આંધ્રપ્રદેશની જનતાને શું આપવું જોઇએ.

રાહુલના બે દિવસના યુએઇના પ્રવાસનું આયોજન ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે કર્યું. તેઓએ શુક્રવારે દુબઇમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર લોકોએ રાહુલ-રાહુલના નારા પણ લગાવ્યા હતા. શનિવારે રાહુલ અબુધાબી પહોંચશે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...