Home /News /national-international /Congress President Election: મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- "દેશ અને કોંગ્રેસની ભલાઈ માટે શશિ થરૂર સાથે સ્પર્ધા"
Congress President Election: મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- "દેશ અને કોંગ્રેસની ભલાઈ માટે શશિ થરૂર સાથે સ્પર્ધા"
દેશ અને કોંગ્રેસની ભલાઈ માટે શશિ થરૂર સાથે સ્પર્ધા: મલ્લિકાર્જુન ખડગે
Congress President Polls: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પક્ષના અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સાથેની તેમની સ્પર્ધાનો હેતુ દેશ અને પક્ષના ભલા માટે તેમના વિચારો રજૂ કરવાનો છે. ખડગેએ અહીં કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના પ્રતિનિધિઓ 'ડેલીકેટ' સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી અને આ સાથે જ, AICC પ્રમુખની ચૂંટણી માટે તેમનું સમર્થન માંગ્યું હતું.
શ્રીનગર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પક્ષના અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સાથેની તેમની સ્પર્ધાનો હેતુ દેશ અને પક્ષના ભલા માટે તેમના વિચારો રજૂ કરવાનો છે. ખડગેએ અહીં કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના પ્રતિનિધિઓ 'ડેલીકેટ' સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી અને આ સાથે જ, AICC પ્રમુખની ચૂંટણી માટે તેમનું સમર્થન માંગ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, 'આ આંતરિક ચૂંટણી છે. તે એક ઘરના બે ભાઈઓ જેવું છે જેઓ લડતા નથી, પરંતુ પોતપોતાની વાત કરી રહ્યા છે અને એકબીજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવાલ એ નથી કે, ચોક્કસ ઉમેદવાર પાર્ટીના અધ્યક્ષ બનશે તો શું કરશે, પરંતુ મહત્વનું એ છે કે, તેઓ સાથે મળીને શું કરી શકે છે."
ચૂંટણી જીતશે તો ઉદયપુર મેનિફેસ્ટોનો અમલ કરીશુંઃ મલ્લિકાર્જુન ખડગે તેણે કહ્યું કે, સવાલ એ નથી કે હું શું કરીશ? સવાલ એ છે કે આપણે સાથે મળીને દેશ અને પાર્ટી માટે શું કરીશું, અને તે મહત્વનું છે. ખડગેએ કહ્યું કે, આજે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને આપણે તેને શાંતિ અને એકતા સાથે મજબૂત બનાવવો પડશે. તેથી જ 'ભારત જોડો યાત્રા' કાઢવામાં આવી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જો તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાશે તો તેઓ પાર્ટીના ઉદયપુર મેનિફેસ્ટોનો અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, જો પાર્ટીને મજબૂત અને શક્તિશાળી બનાવવી હોય તો રાહુલ ગાંધી જ એકમાત્ર વિકલ્પ છે.
કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ સિવાય કોઈ વિકલ્પ નહીં:
ખડગેએ કહ્યું કે, "જ્યારે હું મેડમ સોનિયા ગાંધીને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું કે, જો પાર્ટીને મજબૂત અને શક્તિશાળી બનાવવી હોય તો રાહુલ ગાંધી સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે તેઓ સંસદ સુધી રોડ માર્ગે લડે છે અને હવે તેમણે 3500 કિલોમીટરનો પ્રવાસ કરવાનો સંકલ્પ કર્યો છે."
ખડગેએ અમિત શાહનો વિભાજનના આરોપનો:
કોંગ્રેસ માત્ર દેશના ભાગલા પાડવાની વાત કરે છે તેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આક્ષેપ પર ખડગેએ કહ્યું કે, આજે જો દેશ સમૃદ્ધ થઈ રહ્યો છે તો તે કોંગ્રેસ પાર્ટીના કારણે છે. તેમણે કહ્યું કે, આમારા નેતાઓએ દેશને ઘણું આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર