Home /News /national-international /Congress President Election 2022: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ખડગેની એન્ટ્રી થતા અંત સમયે દિગ્વિજય સિંહે ફોર્મ ના ભર્યુ

Congress President Election 2022: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ખડગેની એન્ટ્રી થતા અંત સમયે દિગ્વિજય સિંહે ફોર્મ ના ભર્યુ

ડાબે દિગ્વિજય સિંઘ અને જમણે મલ્લિકાર્જુન ખડગે - ફાઇલ તસવીર

Congress President Election 2022: અધ્યક્ષ પદની ઉમેદવારી પર ગાંધી પરિવાર અને અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થઈ હતી. ભલે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણીમાં ગાંધી પરિવાર સીધી રીતે સંકળાયેલા ન હોવાની વાત કરી રહ્યો હોય, પણ ગાંધી પરિવારના લોકો પણ કોંગ્રેસ નેતાઓમાં સામેલ છે. તેથી ચર્ચા થવી સ્વાભાવિક છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગે મેદાનમાં ઉતરતા જ દિગ્વિજય સિંહે અંત સમયે ઉમેદવાર પત્ર ન ભરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ ઘણી રસપ્રદ કહાણી છે. તેટલી જ રસપ્રદ છે દિગ્વિજય સિંઘનું કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં આવવું અને જવું. સૌથી પહેલાં વાત કરીશું કે મલ્લિકાર્જુન ખડગેનું નામ અંતિમ સમયે કેવી રીતે સામે આવ્યું અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે કેમ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો. હકીકતમાં રાજસ્થાન સંકટ પછી અશોક ગેહલોત તરફથી ઉમેદવારી ન નોંધાવવાના નિર્ણયને ગાંધી પરિવારથી માંડીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પણ એક સવાલ ઊભો કર્યો હતો કે હવે કોણ ઉમેદવાર હશે જે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌથી અનુભવી, વરિષ્ઠ અને સ્વીકાર્ય હોય. આ સાથે જ ગાંધી પરિવારને પણ વફાદાર હોય.

    દિગ્વિજય સિંઘને ગાંધી પરિવારની લીલીઝંડી હતી


    શરૂઆત કેરળથી કરીએ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘ કેરળમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા પર હતા. અત્યાર સુધી રાજસ્થાનનું સંકટ સામે આવી ચૂક્યું હતું, પરંતુ સાર્વજનિક રીતે અશોક ગેહલોતે ઘોષણા નહોતી કરી કે તે હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાં સામેલ થશે નહીં. પરંતુ રાજસ્થાનના રાજકીય સંકટ પછી દિગ્વિજય સિંઘને તેમના સૂત્રો દ્વારા માહિતી મળી ગઈ હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી નહીં લડે. સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે, ઉમેદવારી પત્ર ભરવાનો ફેંસલો લેતા પહેલાં દિગ્વિજય સિંઘે ગાંધી પરિવારના ત્રણ સભ્યો એટલે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીનો સંપર્ક કર્યો હતો અને અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવવા માટે જણાવ્યુ હતુ. ત્યારે તેમની મંજૂરી માગી હતી. ગાંધી પરિવારના ત્રણેય સભ્યો તરફથી દિગ્વિજય સિંઘને લીલીઝંડી મળી ગઈ હતી. હકીકતમાં ગાંધી પરિવાર પહેલાં જ તે કહી ચૂક્યો હતો કે, જેને પણ ચૂંટણીમાં ઉતરવું હોય તે ઊતરી શકે છે.

    આ પણ વાંચોઃ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું

    30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાના હતા


    મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે ગાંધી પરિવારને ત્યાં સુધી કહી દીધું હતું કે, જો કોઈ બીજો ઉમેદવાર ગાંધી પરિવારને પસંદ આવે છે અને તે અનુભવી અને શ્રેષ્ઠ હોય તો પોતે ઉમેદવારી પત્ર રદ્દ કરાવવા માટે ફોર્મ ભરી દેશે. જેથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું થાય તો પણ ખેંચી શકાય. ત્યારબાદ દિગ્વિજય સિંઘ કેરળથી દિલ્હી આવે છે અને ઉમેદવારી પત્ર લે છે. આ સાથે જ તેઓ ઘોષણા કરે છે કે 30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરશે.

    સંગઠન મહાસચિવે ખડગેને ચૂંટણી લડવા કહ્યુ


    ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસના એક દિવસ પહેલાં એટલે કે 29મી સપ્ટેમ્બરે રાતે કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ 10, રાજાજી માર્ગ એટલે કે મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા માટે જણાવ્યુ હતુ. સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલના કહેવા છતાં મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડવાથી અચકાતા હતા. ત્યારે કે.સી. વેણુગોપાલે જ્યારે કહ્યુ કે એન્ટની સાથે વાતચીત થઈ ગઈ છે તો મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે હામી ભરે છે.

    આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં વધુ એક નામની એન્ટ્રી, મલ્લિકાર્જુન ખડગે!

    ખડગે અને દિગ્વિજય સિંઘની મુલાકાત થાય છે


    ત્યારબાદ જ્યારે સવારે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને જાણવા મળે છે કે, મલ્લિકાર્જુન ખડગે ચૂંટણીમાં ઉતરવાના છે. ત્યારે સવારે 7થી 7.30 વચ્ચે દિગ્વિજય સિંઘ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરે છે અને પૂછે છે કે, શું તમે ચૂંટણી લડવા માગો છો અને જો તમે લડવા માગતા હોય તો હું તમારા સમર્થનમાં છું. મલ્લિકાર્જુન ખડગે તરફથી જણાવવામાં આવ્યુ છે કે, ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ મળવાનો સમય માગી ખડગેના ઘરે 9થી 10 વાગ્યા વચ્ચે પહોંચે છે અને મળ્યા પછી પોતના ઘરે 64 લોધી એસ્ટેટ જતા રહે છે અને એલાન કરે છે કે, તેઓ ચૂંટણી નહીં લજે અને મલ્લિકાર્જુન ખડગેની ઉમેદવારીને સમર્થન કરશે અને પ્રસ્તાવક પણ બનશે.

    એ.કે. એન્ટનીને સોનિયા ગાંધીએ દિલ્હી બોલાવ્યો


    હકીકતમાં રાજસ્થાનના રાજકીય સંકટ પછી અશોક ગેહલોતના અધ્યક્ષ પદની ચૂંટણીની ઉમેદવારીને લઈને સસ્પેન્સ યથાવત હતું. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેરળથી વરિષ્ઠ નેતા એ.કે. એન્ટનીને મળવા માટે દિલ્હી બોલાવ્યા હતા. સોનિયા ગાંધી મહત્ત્વપૂર્ણ કામને લઈને એન્ટની અને બીજા વરિષ્ઠ નેતાઓ સાથે સલાહ-સૂચન કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં રાજ્યસભાની સદસ્યતા પૂરી થતા એન્ટની સક્રિય રાજનીતિમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે અને દિલ્હી છોડીને ગૃહ રાજ્ય કેરળમાં રહે છે. સક્રિય રાજનીતિ સાથે હવે તેમને કોઈ સંબંધ નથી, પરંતુ સોનિયા ગાંધી માટે હજુ તેઓ ખાસ છે. કોંગ્રેસ નેતા એ.કે. એન્ટનીની સોનિયા ગાંધી અને ગાંધી પરિવાર સાથેની વાતચીત પછી અને ગાંધી પરિવાર વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તરફથી મલ્લિકાર્જુન ખડગેનું નામ સામે આવ્યું હતું.

    મહત્ત્વની વાત તો એ છે કે, ગાંધી પરિવારે અધ્યક્ષ પદની ચૂંટણી લડવાને લઇને પ્રત્યક્ષ રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ મામલે ગાંધી પરિવારની અને પાર્ટી વચ્ચે વાત તો જરૂર થઈ છે. ભલે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણીમાં ગાંધી પરિવાર દખલગીરી કરવાનો ઇનકાર કરતો હોય, પરંતુ ગાંધી પરિવારના લોકો કોંગ્રેસમાં પણ સામેલ છે, તેથી ચર્ચા થવી સ્વાભાવિક છે.

    મધ્ય પ્રદેશથી ડેલિકેટ્સ દિલ્હી પહોંચ્યા


    ભલે દિગ્વિજય સિંઘે ઉમેદવારી નોંધાવતા પહેલાં જ ચૂંટણી લડવાની ના કહી હોય, પરંતુ મધ્ય પ્રદેશના અંદાજે 500 ડેલિકેટ્સમાંથી 200થી વધુ ડેલિકેટ્સ દિગ્વિજય સિંઘના સમર્થનમાં દિલ્હી પહોંચ્યા હતા. હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ડેલિકેટ્સ પ્રસ્તાવક તરીકે ઉમેદવારી પત્ર પર સહી કરે છે અને કોઈપણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવવા માટે 10 ડેલિકેટ્સના સહીની જરૂર હોય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Congress president, Mallikarjun Kharge

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन