Home /News /national-international /

સતત મળતી હાર અને ક્લેશ, બની ગઈ છે કોંગ્રેસની બિમારી, શું રાહુલ ગાંધી પાસે છે કોઇ ઇલાજ?

સતત મળતી હાર અને ક્લેશ, બની ગઈ છે કોંગ્રેસની બિમારી, શું રાહુલ ગાંધી પાસે છે કોઇ ઇલાજ?

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)

congress politics - વર્ષ 2021માં કોંગ્રેસ (Congress Party) માટે ઘણા બોધ પાઠ છોડ્યા છે

પલ્લવી ઘોષ, નવી દિલ્હી : વર્ષ 2021એ રાજકિય પક્ષ કોંગ્રેસ (Congress Party) માટે ઘણા બોધ પાઠ છોડ્યા છે. આ વર્ષને કોંગ્રેસ મૂંઝવણ, નેતૃત્વની લડાઈ, આંતરિક વિવાદ અને ચૂંટણી (Election)માં મળતી હાર તરીકે યાદ રાખશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ભલે કોંગ્રસના અધ્યક્ષ બનવાથી કતરાઇ રહ્યા હોય, પરંતુ મુખ્યમંત્રીની ચૂંટણી હોય, પાર્ટીની નિતીઓ હોય કે બીજા મહત્વના નિર્ણયો. એવું લાગે છે કે 10 જનપથ જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) રહે છે, ત્યાં જવાનો રસ્તો પણ રાહુલ ગાંધીના નિવાસ સ્થાનેથી જ પસાર થાય છે.

વર્ષ 2021માં રાહુલ ગાંધીને કેરલને પોતાનો ગઢ બનાવવો હતો. વર્ષની શરૂઆતમાં જ રાજ્યની ચૂંટણી (Keral Election)માં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા. પશ્ચિમ બંગાળ (West Bengal Election)માં જ્યાં તેઓ વામ દળ સાથે જોડાયા હતા ત્યાં પણ તેમને કંઇ હાથ ન લાગ્યું અને સાથે તૃણમૂલ કોંગ્રેસની દુશ્મની મફતમાં મળી, જે હવે કોંગ્રેસને હરિયાણા, આસામ, ગોવા, પંજાબ અને બીજા રાજ્યોમાંથી હટાવવા પર મથામણ કરી રહી છે. કોંગ્રેસને સૌથી વધુ નુકસાન રાહુલ ગાંધીના સાંસદિય ક્ષેત્ર કેરળમાં થયું છે. ત્યાં પાર્ટીની રણ નીતિઓએ કંઇ ખાસ અસર કરી નહીં.

માત્ર તમિલનાડુ એક એવું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસ પોતાની સત્તા પર કમાન જાળવવામાં સફળ રહ્યું છે. તે પણ એટલા માટે કે ડીએમકે ત્યાં ફાયદાકારક બની રહી હતી. આવી સ્થિતિમાં જો પાર્ટી રાહુલ ગાંધીની વાપસીની તૈયારી કરી રહી છે, તો તેઓએ આ વર્ષથી એક પાઠ લેવો જોઈએ કે તેમના નિર્ણયો કેટલા ખામીયુક્ત અને નુકસાનકારક રહ્યા છે.

ક્યાં-ક્યાં નિર્ણયોએ બગાડ્યો કોંગ્રેસનો ખેલ?

પહેલો ખોટો નિર્ણય ડાબેરી પક્ષ સાથે જોડાવાનો હતો. જેમ કે સૌ જાણે છે કે ડાબેરી પક્ષની વોટબેંક સતત ઘટી રહી છે, આવી સ્થિતિમાં તેની સાથે ગઠબંધન કરવું એ પગ પર કુહાડી મારવા જેવો નિર્ણય હતો. બીજો અર્થ એ પણ થયો કે હવે ટીએમસીનો સાથ મળવો લગભગ અશક્ય છે. તેનાથી પણ ખોટો નિર્ણય હતો કટ્ટરપંથી ફુરફુરા શરીફના નેતા અબ્બાસ સિદ્દીકી સાથે હાથ મિલાવવો.

આ પણ વાંચો - ભારતીય સેનાએ WhatsApp જેવી સિક્યોર ચેટ એપ કરી લોન્ચ, જાણો શું હશે ખાસ ફીચર્સ?

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર રેલીમાં અબ્બાસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજનને ખુલ્લેઆમ ઠપકો આપ્યો હતો. આ ગઠબંધન માટે કોંગ્રેસની ભારે ટીકા થઈ હતી અને તેનાથી તેમના નવા હિન્દુત્વને નુકસાન થયું છે. કોંગ્રેસે ભલે પછીથી અબ્બાસથી દૂરી કરી હોય, પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. એ જ રીતે, મમતા બેનર્જી પર હુમલો કરવો કે નરમ વલણ રાખવું તે અંગે કોંગ્રેસ કેડરમાં મૂંઝવણ હતી. કોંગ્રેસને પરિણામ ભોગવવું પડ્યું. આનાથી પણ વધુ મૂંઝવણભર્યો નિર્ણય હતો, ચૂંટણીમાં મમતા પર આક્રમક વલણ અપનાવ્યા પછી, તેણે ભવાનીપુરમાં યોજાનારી પેટાચૂંટણીમાં તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવારને ઊભા ન કરવાનો નિર્ણય લીધો. છતા પણ મમતા દીદીની દોસ્તી નસીબમાં ન મળી. તેનાથી ઉલટું મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ સામે ઝંડો ઉગામી દીધો છે. સુષ્મિતા દેવ તેમનું પહેલું નુકસાન હતું જેણે ટીએમસીનો હાથ પકડવાનો નિર્ણય લીધો હતો.

આસામમાં પણ બદરુદ્દીન અજમલ સાથેની તેમની ભાગીદારીએ રાજ્યમાં કોંગ્રેસની છબીને કલંકિત કરી અને તેનું નુકસાન રાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું. આ જ ભૂલને કોંગ્રેસે કેરલમાં ફરી કરી, જ્યાં તેમણએ ક્રિશ્ચિયન વોટ ગુમાવ્યા અને ડાબેરીઓ સાથે પોતાને સાબિત કરવામાં કોંગ્રેસ ખરાબ રીતે નિષ્ફળ રહ્યું.

નબળું નેતૃત્વ!

સૂત્રો જણાવે છે કે ગાંધી નબળા નેતૃત્વ વિશે સાંભળીને કંટાળી ગયા છે અને કોંગ્રેસમાં અસલી બોસ કોણ છે તે જણાવવા માટે પંજાબને એક પ્રયોગ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જ્યાં કેપ્ટન અમરિંદર સાથે પહેલાથી જ સંબંધોમાં ખટાશ ચાલી રહી હતી. ગાંધી પરિવારે તેમને બહારનો રસ્તો બતાવવાનું મન બનાવી લીધું હતું. પણ તે આ કામ ચતુરાઇથી કરવા માંગતા હતા. અમરિંદરની નારાજગી સ્પષ્ટ છે અને જો તેઓ ભાજપ સાથે હાથ મિલાવે છે તો કોંગ્રેસને ભારે પડી શકે છે.

ટૂંકમાં કહીએ તો પાર્ટી અને સરકાર આપસી સમજણ સાથે કામ કરે તે સુનિશ્ચિત કરવાનો રાહુલ ગાંધીનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ચરણજીત ચન્ની અને નવજોત સિદ્ધુ એ આ ઝઘડાનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે. છત્તીસગઢમાં પણ ટી.એસ. સિંહ દેવને મુખ્યમંત્રી બનાવવાનું રાહુલ ગાંધીનું વચન પૂરું થઈ શક્યું ન હતું. કારણ કે બઘેલે પોતાને એક OBC નેતા તરીકે સ્થાપિત કરી ગાંધી પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી હતી.

આ પણ વાંચો - PM Modi in Varanasi: પીએમ મોદી બોલ્યા- ગાય અમુક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે

ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસમાં કલેશ

આ જ સ્થિતિ હવે ઉત્તરાખંડમાં પણ ઊભી થઇ રહી છે, જ્યાં ગાંધી પરિવાર યશપાલ આર્યને આગળ લાવી અને હરીશ રાવતને હાંકી કાઢવાનો તેમનો ઈરાદો ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકે છે. તેવી જ રીતે રાજસ્થાનમાં સચિન પાયલટ ભલે શાંત હોય, પરંતુ તે લાંબા સમયથી શાંત છે તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ગાંધી પરિવાર માટે પોતે જ બોસ હોવાનું જતાવવું ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક બની શકે છે. એવા ઘણા લોકો છે જેઓ હાઈકમાન્ડના કલ્ચરથી કંટાળી ગયા છે.

રાહુલ ગાંધીના નિવેદનો

રાહુલ ગાંધીની કોંગ્રેસની બાગડોર સંભાળવી વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે તેઓ પોતાના નિવેદનોથી પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દે છે. ઉદાહરણ તરીકે, તેમનું હિંદુ ધર્મ વિરુદ્ધ હિંદુત્વનું નિવેદન અને લિંચિંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવા. આ નિવેદનોએ જ કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી હતી. પાર્ટીના ઘણા લોકો માને છે કે આ નિવેદનની કોઈ જરૂર નહોતી, તેનાથી આપણને નુકસાન જ થઈ શકે છે.

રાહુલ સામે આવનાર પડકારો

રાહુલ સામે સૌથી મોટી અડચણ વિપક્ષી પાર્ટીઓની સ્વીકૃતિ છે. શિવસેનાના નેતા સંજય રાઉત ભલે તેમનો બચાવ કરી શકે, પરંતુ મમતા, શરદ પવાર જેવા મજબૂત નેતાઓ તેમની સાથે કામ કરવામાં સંકોચ અનુભવે છે. એ જ રીતે પાર્ટીના ઘણા લોકો તેમની કાર્યશૈલીથી અસંતુષ્ટ છે. જોકે, તેમને સોનિયા ગાંધી સાથે મિત્રતાનો લાભ મળે છે. તેમનો આગામી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે કોઈ પાર્ટીમાંથી ભાગી ન જાય. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, આવી સ્થિતિમાં તમામની નજર રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી પ્રચાર પર રહેશે.
First published:

Tags: Election 2022, કોંગ્રેસ, રાહુલ ગાંધી

આગામી સમાચાર