Home /News /national-international /

Prashant Kishor: સામ પિત્રોડા અને લિંગદોહની જેમ પ્રશાંત કિશોરને પણ Outsider ગણીને કોંગ્રેસ બહારનો રસ્તો બતાવી દેશે?

Prashant Kishor: સામ પિત્રોડા અને લિંગદોહની જેમ પ્રશાંત કિશોરને પણ Outsider ગણીને કોંગ્રેસ બહારનો રસ્તો બતાવી દેશે?

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિર્ણય પર છે કે તેઓ પ્રશાંત કિશોરને આવકારે છે કે બહારનો રસ્તો બતાવે છે. (ફાઇલ તસવીર)

Prashant Kishor News: કોંગ્રેસના પીઢ નેતાઓ પ્રશાંત કિશોરના આગમન પહેલા જ લઘુતાગ્રંથીથી પીડાવા લાગ્યા, ગાંધી પરિવારના નિર્ણય પર સૌની નજર

  (Rasheed Kidwai)

  ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore)ને કોંગ્રેસમાં સામેલ કરવા પર અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) લેશે. તેમણે આ મુદ્દે અનેક વરિષ્ઠ નેતાઓની સાથે ચર્ચા કરી છે. સૂત્રોએ કહ્યું છે કે તેમાંથી કેટલાક નેતાઓએ પાર્ટીમાં તેમને સામેલ થવા સામે આપત્તિ વ્યક્ત કરી છે, જ્યારે અન્યએ સમર્થન આપ્યું છે કારણ કે તેમને લાગે છે કે તેઓ પાર્ટી માટે લાભકારી રહેશે. પણ નોંધનીય બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટીમાં હંમેશા આવા આઉટસાઇડર સામે સંશયની નજરે જોવામાં આવ્યું છે. તે સામ પિત્રોડા (Sam Pitroda) હોય કે જે.એમ. લિંગદોહ (JM Lyngdoh) કેમ ન હોય. સામ પિત્રોડાનો પ્લાન પેપર ઉપર જ રહી ગયો. તો બીજી તરફ, લિંગદોહ તો સારા સંપર્કો હોવા છતાં પાર્ટીમાં મહત્વ્જના પદ સુધી પહોંચી નહોતા શક્યા. પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ સાથે ગમે તેમ સારા સંબંધો કેમ ન હોય પરંતુ આ પિત્રોડા અને લિંગદોહ કોંગ્રેસની ફ્રેમમાં સેટ થવામાં સફળ નહોતા રહ્યા.

  પિત્રોડા અને લિંગદોહની તુલનામાં પ્રશાંત કિશોર મજબૂત સ્થિતિમાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે પોતાના ટ્રેક રેકોર્ડથી પુરવાર કર્યું છે કે તેઓ જીતનો ઘોડો છે. પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કેન્દ્રની સત્તા મેળવવામાં પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીએ અગત્યની ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ બિહારમાં નિતિશ કુમાર, પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડી, તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના વિજય રથ પાછળ પ્રશાંત કિશોરની સ્ટ્રેટજી જ કારણભૂત હતી. પરંતુ પ્રશાંત કિશોરની આ સિદ્ધિઓ કોંગ્રેસના સીનિયર નેતાઓમાં લઘુતાગ્રંથીનો ભાવ ઊભો કરી રહી છે.

  જ્યારથી પ્રશાંત કિશોર અને ગાંધી પરિવારના સભ્યો વચ્ચે ચર્ચા-વિચારણના દોર શરૂ થયા છે ત્યારથી કોંગ્રેસના કેટલાક સીનિયર નેતાઓ જેઓ પોતાને ભારતીય રાજકારણના ચાણક્ય સમજે છે, તેમના પેટમાં તેલ રેડાયું છે. તેમને એવો ડર છે કે પ્રશાંત કિશોરને જો પાર્ટીમાં સામેલ કરવામાં આવશે તો તેને તેમના કરતાં વધુ મહત્વ્ા આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમયથી પોતાના મત રજૂ કરીને પાર્ટી પર આધિપ્ત ધરાવનારા આ પીઢ નેતાઓ અત્યારથી જ લઘુતાગ્રંથીથી પીડાવા લાગ્યા છે.

  નોંધનીય છે કે, ગત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધીએ ચૂંટણી કેમ્પેનની જોરદાર શરૂઆત હતી. તે સમયે ગુલાબ નબી આઝાદને પાર્ટીએ ઉત્તર પ્રદેશનો કાર્યભાર સોંપ્યો હતો અને અભિનેતામાંથી નેતા બનેલ રાજ બબ્બર ઉત્તર કોંગ્રેસ કમિટીના ચીફ હતા. રાજ બબ્બરે તે સમયે ABP Newsને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પ્રશાંત કિશોર માત્ર ‘સાઉન્ડ રેર્કોડિસ્ટ’ છે. જ્યારે અવાજ નીચો કે ઉપર જાય છે તો પ્રશાંત કિશોર તેને એડજસ્ટ કરી દે છે. મારા નેતા તો રાહુલ ગાંધી છે.’ ઉત્તર પ્રદેશમાં પ્રશાંત કિશોરને મરજી મુજબનું કામ કરવામાં ઘણી અડચણો ઊભી થઈ અને અંતે ચૂંટણી પરિણામ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગઠબંધનની બિલકુલ વિરુદ્ધ આવ્યું અને બીજેપીએ સરળતાથી રાજ્યની સત્તા સંભાળી લીધી.

  સેમ પિત્રોડા એક સમયે હતા રાજીવ ગાંધીના ‘આંખ અને કાન’

  રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સામ પિત્રોડા તેમના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ પૈકી એક હતા. તે સમયે એવું કહેવાતું હતું કે પિત્રોડા રાજીવ ગાંધીના આંખ અને કાન હતા. પરંતુ તે સમયે પણ પાર્ટીના સીનિયર નેતા અર્જુન સિંહે પાર્ટીમાં તેમના વધતા કદ પર બ્રેક મારી હતી અને કોંગ્રેસમાં પરિવર્તનની લહેરને થંભાવી દીધી હતી.

  આ પણ વાંચો, Afghanistan Crisis: તાલિબાને કર્યું કન્ફર્મ, Hibatullah Akhundzada હશે અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા

  લિંગદોહની ભલામણો ન સ્વીકારતાં થઈ હાર

  જ્યારે રાહુલ ગાંધી AICCના જનરલ સેક્રટરી બન્યા તો તેમણે પૂર્વ ચૂંટણી કમિશ્નરની જે.એમ. લિંગદોહની સંસ્થા ફાઉન્ડેશન ફોર એડવાન્સ મેનેજમેન્ટ ઓફ ઇલેક્શન્સને (FAME) હાયર કરી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ પાર્ટીના સીનિયર નેતાઓએ FAMEના સૂચનોને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો, જેને કારણે UPAને 10 વર્ષ સત્તા પર રહ્યા બાદ બહાર જવાનો વારો આવ્યો હતો.

  આ પણ વાંચો, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ, ગૌરક્ષા હિન્દુઓનો મૌલિક અધિકાર બને : અલ્હાબાદ હાઇકોર્ટ

  પ્રશાંત કિશોરનું શું છે ભવિષ્ય?

  હવે ફરીથી કોંગ્રેસ બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રશાંત કિશોરને હાથ પકડીને આગામી રણનીતિ ઘડવા માંગે છે. પરંતુ પીઢ નેતાઓ જેમને પોતાનું મહત્ત્વ ઘટી જવાનો ડર છે તેઓ પ્રશાંત કિશોરનો સતત વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણી પહેલા પોતાની તૈયારી શરૂ કરવાનો સમય પાકી ગયો છે ત્યારે હવે સૌની નજર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિર્ણય પર છે કે તેઓ પ્રશાંત કિશોરને આવકારે છે કે બહારનો રસ્તો બતાવે છે.

  (રશીદ કિદવાઈ સીનિયર જર્નાલિસ્ટ છે. અહીં રજૂ કરવામાં આવેલા વિચાર અને મંતવ્ય તેમના છે. તેની સાથે News18 Gujarati સહમત હોય તેવું જરૂરી નથી.)
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Prashant Kishor, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन