કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો- ન્યાય, રોજગાર, ખેડૂત અને અર્થવ્યવસ્થા પર આ 5 મોટા વાયદા

News18 Gujarati
Updated: April 2, 2019, 4:28 PM IST
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો- ન્યાય, રોજગાર, ખેડૂત અને અર્થવ્યવસ્થા પર આ 5 મોટા વાયદા
કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, કામ, દામ, શાન, સન્માન અને સુશાસન લાવશે કોંગ્રેસ

કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, કામ, દામ, શાન, સન્માન અને સુશાસન લાવશે કોંગ્રેસ

  • Share this:
કોગ્રેસે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભારતીય સેનાના આધુનિકીકરણ, રાઇટ ટૂ ફ્રી હેલ્થકેર અને પ્રદૂષણના મુદ્દા પર વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું શીર્ષક છે- Congress Will Deliver એટલે અમને નિભાવીશુ.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ન્યાય એટલે કે ન્યૂનતમ આવક યોજના, ઉદ્યમીઓને પ્રોત્સાહન અને ટેક્સમાં રાહત જેવા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે 2030 સુધીમાં ગરીબીને સંપૂર્ણપણે હટાવવા માટે ન્યૂનતમ આવક યોજનાની શરૂઆત કરશે. ભારતની 20 ટકા સૌથી ગરીબ વસતીને દર વર્ષે 72,000 રૂપિયા આપશે. કોંગ્રેસનો લક્ષ્ય હશે કે કોઈ પણ ભારતીય પરિવાર પાછળ ન છૂટી જાય.

રાહુલે કહ્યું કે, તેમાં માત્ર પાંચ વાતો પર ફોકસ છે, કારણ કે કોંગ્રેસના લોકો જ પંજો છે. સૌથી પહેલા વાત ન્યાયની આવક, જેના દ્વારા અમે તમામ ખાતાઓમાં પૈસા જમા કરાવીશું. ગરીબી પર વાર, 72 હજાર એ પૈસા દરે વર્ષે આપવામાં આવશે. તેનાથી સીધી રીતે અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં પાંચ મહત્વના વાયદા

1) ન્યાય : પીએમ મોદીએ કહ્યું હતું કે અમે દરેક વ્યક્તિના ખાતામાં રૂ. 15 લાખ નાખીશું પરંતુ અમે સત્યની વધારે નજીક રહ્યા છીએ. અમે તપાસ કરી કે ગરીબોના ખાતામાં કેટલા પૈસા નાખી શકાય? અમે ભારતના 20 ટકા ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72 હજાર તેમના ખાતામાં જમા કરીશું.
2) રોજગાર અને ખેડૂતો: મોદીએ બે કરોડ સરકારી નોકરીની વાત કરી હતી. અમે તપાસ કરતા માલુમ પડ્યું કે અત્યારે 22 લાખ સરકારી જગ્યા ખાલી પડી છે. અમે માર્ચ 2020 સુધી આ તમામ જગ્યાઓને ભરી દઈશું. આ ઉપરાંત 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રાજગારી આપીશું.3) એન્ટરપ્રિન્યોરશીપ: નવો બિઝનેસ શરૂ કરવા માટે આજકાલ યુવાઓએ અનેક જગ્યાએ મંજૂરી લેવી પડે છે. અમારી સરકાર આવશે તો ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનને યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે. અમે તે માટે સ્કિમ લાવીશું.
4) ખેડૂત: અમે મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટીમાં હવે દિવસોની સંખ્યા 150 કરીશું. ખેડૂતો માટે અલગથી બજેટ હશે. ખેડૂતો જો પોતાની લોન ન ચૂકવી શકે તો તેને ક્રિમિનલ ઓફેન્સ નહીં ગણવામાં આવે. તેને સિવિલ ઓફેન્સ ગણાવામાં આવશે.
5) શિક્ષણ અને સ્વાસ્થ્ય: જીડીપીના 6 ટકા પૈસા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. અમને ખાનગી ઇન્સ્યોરન્સ પર ભરોસો નથી આથી કોંગ્રેસ સરકારી હોસ્પિટલોને મજબૂત કરશે. ગરીબમાં ગરીબ વ્યક્તિને હાઇક્વોલિટી હોસ્પિટમાં સુવિધા મળશે.

આ પણ વાંચો, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: ખેડૂતો માટે હશે અલગથી બજેટ

પીએમ ઉમેદવાર પર રાહુલે કહ્યું- તે દેશ નક્કી કરશે

વડાપ્રધાનપદના ઉમેદવારી પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માત્ર પોતાની વાત કરું છું, તે દેશની ઉપર છે કે તેઓ શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીનું નેરેટિવ સેટ થઈ ગયું છે, જે ગરીબી અને રોજગાર પર છે. દેશના વડાપ્રધાન કોઈ પણ રીતે પાછળ ન છુપાઈ શકે. તેઓએ કહ્યું કે ચોકીદાર છુપાઈ શકે છે પરંતુ ભાગી ન શકે.

વાયનાડથી કેમ લડી રહ્યા છે ચૂંટણી, રાહુલે જણાવ્યું કારણ

દક્ષિણ ભારતમાં આ પ્રકારની ભાવના છે કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી તેમને સરકારમાં હિસ્સેદાર નથી બનાવવામાં આવ્યા. મેં એ નક્કી કર્યું કે હું તેમનો હિસ્સો છું અને તેમની સાથે ઊભા છીએ. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ વખતે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો, આ 17 વ્યક્તિએ તૈયાર કર્યો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, પાંચ મહિનાથી થતી હતી તૈયારી

આજે અમારા માટે ઐતિહાસિક દિવસ- મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, આજ અમારા માટે ઐતિહાસિક દિવસ છે, લોકોની અપેક્ષા અને ભવિષ્યથી જોડાયેલો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહ્યા છીએ. તેને અનેક લોકો સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોનો ઉદ્દેશ્‍ય ગરીબો માટે કામ કરવાનું છે, જેમાં મહિલાઓ, ખેડૂત પર ફોકસ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે તેની ચર્ચા સમગ્ર દેશમાં થશે અને દરેક આ મુદ્દે વાત કરશે.

આ પણ વાંચો, રાહુલ ગાંધીના 72 હજાર કેવી રીતે આવશે તમારા ખાતામાં, જાણો આખી પ્રોસેસ

મેનિફેસ્ટો લાખો લોકોનો અવાજ- ચિદંબરમ

ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરતાં પહેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમે કહ્યું કે, લાખો લોકોનો અવાજ છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો. તેમાં જે પણ પેરાગ્રાફ છે તે દેશની જનતા દ્વારા લખવામાં આવ્યા છે. અમે બધાના અવાજોને તેમાં સામેલ નથી કરી શક્યા.

 આ પણ વાંચો, ટિકિટ કપાતાં શાહનવાજના નિવેદન પર નીતીશ નારાજ, બીજેપી પાસે માંગી સ્પષ્ટતા
First published: April 2, 2019, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading