આર્ટિકલ 370 પર ચિદમ્બરમના નિવેદન પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, પૂછ્યું -ઘોષણા પત્રમાં કરશે તેનો ઉલ્લેખ?

News18 Gujarati
Updated: October 17, 2020, 5:58 PM IST
આર્ટિકલ 370 પર ચિદમ્બરમના નિવેદન પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, પૂછ્યું -ઘોષણા પત્રમાં કરશે તેનો ઉલ્લેખ?
આર્ટિકલ 370 પર ચિદમ્બરમના નિવેદન પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, પૂછ્યું -ઘોષણા પત્રમાં કરશે તેનો ઉલ્લેખ?

ચિદમ્બરમે કહ્યું હતું કે કોંગ્રેસ ફરી એક વખત આર્ટિકલ 370 બહાલ કરવાને લઈને પ્રતિબદ્ધ છે

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram)દ્વારા જમ્મુ કાશ્મીરમાં ફરીથી આર્ટિકલ 370 લગાવવાનું નિવેદન કર્યા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમના પર પ્રહાર કર્યો છે. પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar)પૂછ્યું કે શું બિહાર ચૂંટણી (Bihar Elections 2020) માટે કોંગ્રેસ પાર્ટી પોતાના ઘોષણાપત્રમાં આ વાતનો ઉલ્લેખ કરી શકે છે? તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ જાણે છે કે આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનું દેશના લોકોએ સ્વાગત કર્યું હતું. તેથી તે આમ ફક્ત બોલી શકે છે, કરીને બતાવી શકે નહીં.

પી. ચિદમ્બરમના બહાને પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધી (Rahul gandhi)પર પ્રહાર કર્યો હતો. પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પોતાના ભાષણમાં પાકિસ્તાનની પ્રશંસા કરે છે. પછી વિષય કોઈપણ હોય. રાહુલ હંમેશા પાકિસ્તાન અને ચીનની પ્રશંસા કરે છે. આ કોંગ્રેસ પાર્ટીનો દ્રષ્ટીકોણ છે.

આ પણ વાંચો - અમદાવાદ : બ્રેકઅપ પછી યુવકે ગર્લફ્રેન્ડ પાસે ડેટિંગ પર ખર્ચ કરેલા 50 હજાર રૂપિયા પાછા માંગ્યા, હાઇકોર્ટ પહોંચ્યો કેસચિદમ્બરમે શું કહ્યું હતું

ચિદમ્બરમે આર્ટિકલ 370 હટાવવાને ખોટો ગણાવતા ટ્વિટ કર્યું હતું કે જમ્મુ કાશ્મીરની મુખ્યધારાની ક્ષેત્રીય પાર્ટીયોનો જમ્મુ, કાશ્મીર અને લદાખના લોકોના અધિકારોને બહાલ કરવા માટે સંવૈધાનિક લડાઇ લડવા માટે એક સાથે આવવું એવો ઘટનાક્રમ છે, જેનું બધા લોકો દ્વારા સ્વાગત કરવું જોઈએ. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ફરી એક વખત આર્ટિકલ 370 બહાલ કરવાને લઈને પ્રતિબદ્ધ છે.
Published by: Ashish Goyal
First published: October 17, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading