લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આપ્યો 'ન્યાય'નો નારો, લોન્ચ કર્યું પોસ્ટર

News18 Gujarati
Updated: April 7, 2019, 2:45 PM IST
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આપ્યો 'ન્યાય'નો નારો, લોન્ચ કર્યું પોસ્ટર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું, ગરીબી પર વાર થશે, સપનું આ સાકાર થશે. કોંગ્રેસ સરકારમાં, ગરીબ પરિવાર સશક્ત થશે.

  • Share this:
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 માટે ન્યાયનો નારો આપ્યો છે. કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું, ગરીબી પર વાર થશે, સપનું આ સાકાર થશે. કોંગ્રેસ સરકારમાં, ગરીબ પરિવાર સશક્ત થશે.

કોંગ્રેસે રવિવારે 'અબ હોગા ન્યાય'નું પોસ્ટર લોન્ચ કર્યું. કોંગ્રેસ નેતા આનંદ શર્મા અને પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરનસ કરી તેની જાહેરાત પણ કરી. તેઓએ કહ્યું કે, દેશે સારા દિવસો નહીં, ખરાબ દિવસો જાયા. દેશની હાલત ખરાબ રહી.
આનંદ શર્માએ કહ્યું કે, નવયુવાન, રોજગાર માટે ન્યાય માંગે છે. તેઓએ કહ્યું કે, સમાજનો દરેક વર્ગ ન્યાય માંગી રહ્યો છે. સરકારે લોકોને સપનું બતાવીને તેને તોડી નાખ્યું છે. શર્માએ કહ્યું કે સમાજનો દરેક વર્ગ દબાયેલો છે.

આ પણ વાંચો, રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાની તક મળવી જોઈએ: રાજ ઠાકરે

કોંગ્રેસે કહ્યું કે રવિવારે ચૂંટણી ગીત પણ લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, એક સિનિયર અધિકારીએ ન્યૂઝ18 ઈન્ડિયાને જણાવ્યું કે દિલ્હીની MCMC કમિટીની પાસે કોંગ્રેસ તરફથી ચૂંટણી અભિયાન ગીતની મંજૂરી માટે અરજી આવી હતી, કમિટીએ ગીતના એક હિસ્સાને હટાવ્યા બાદ ગીતને મંજૂરી આપી દીધી છે.
First published: April 7, 2019, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading