Home /News /national-international /રાહુલ નિષ્ફળ, પ્રિયંકા ગાંધી તેમની કાખઘોડી છેઃ બીજેપી

રાહુલ નિષ્ફળ, પ્રિયંકા ગાંધી તેમની કાખઘોડી છેઃ બીજેપી

સંબિત પાત્રા (ફાઇલ તસવીર)

"બીજેપી માટે પાર્ટી એક પરિવાર છે, જ્યારે કોંગ્રેસ માટે પરિવાર જ પાર્ટી છે. તમામ હોદ્દાઓ પર ફક્ત એક જ પરિવારમાંથી નિયુક્તિ કરવામાં આવે છે."

  નવી દિલ્હી : પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ પર શાસક ભાજપ પાર્ટીએ નિવેદન આપતા કહ્યુ છે કે, કોંગ્રેસ પ્રમુખ અને પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધી નિષ્ફળ રહ્યા છે, તેમજ કોંગ્રેસ પાર્ટી આશા ગુમાવી બેઠી છે.

  બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે, "વિવિધ રાજ્યોમાં મહાગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટીનો સ્વીકાર કરવામાં ન આવતા પાર્ટી પરિવારમાં કોઈ 'આશા'ની શોધમાં હતી. પ્રિયંકા તેના પરિવાર (રાહુલ)માંથી આવે છે. આથી હવે તેણી પરિવારની આશા છે."

  સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટીએ જાહેરમાં સ્વિકાર કરી લીધો છે કે રાહુલ ગાંધી નિષ્ફળ રહ્યા છે, એટલું જ નહીં પાર્ટીને તેમના પરિવારમાંથી જ કોઈ આશાની જરૂર છે."

  સંબિત પાત્રાએ વધુમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસે ક્યારેય એક પરિવારમાંથી બહાર જોયું કર્યું નથી, ફરી એક વખત આ વાત સાબિત થઈ છે.

  આ પણ વાંચોઃ  "પ્રિયંકા ગાંધી દુર્ગા, ઇન્દિરાજીનાં આધુનિક અવતાર," પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું

  "બીજેપી માટે પાર્ટી એક પરિવાર છે, જ્યારે કોંગ્રેસ માટે પરિવાર જ પાર્ટી છે. તમામ હોદ્દાઓ પર ફક્ત એક જ પરિવારમાંથી નિયુક્તિ કરવામાં આવે છે. ક્યાંકને ક્યાંક રાહુલ ગાંધી નિષ્ફળ રહ્યા છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગાંધી પછી કોણ? ફક્ત એક જ પરિવાર. નવું ભારત આ પ્રશ્ન પૂછી રહ્યું છે."

  આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી; રાહુલે કહ્યુ- 'મારી બહેન સક્ષમ છે'

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ બનાવ્યા છે. પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ચાર્જ સંભાળશે.

  આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી : UPની દીકરી અને વહુ પણ, જાણો કેવી છે પ્રિયંકાની અંગત જિંદગી

  આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ AICC જનરલ સેક્રેટરી (ઓગ્રેનાઇઝેશન) તરીકે અશોક ગેહલોતની જગ્યાએ કેસી વેણુગોપાલની નિમણૂક કરી છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા પશ્ચિમ યુપીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. રાજ્ય સભામાં વિપક્ષ નેતા ગુલામ બની આઝાદને હરિયાણાના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: General election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, Sonia Gandhi, ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन