મહારાષ્ટ્ર : કૉંગ્રેસે સ્પીકર માટે નાના પટોલેનું નામ જાહેર કર્યું; અજિત પવાર BJP સાંસદને મળતા ફરી રાજકારણ ગરમાયું

News18 Gujarati
Updated: November 30, 2019, 11:47 AM IST
મહારાષ્ટ્ર : કૉંગ્રેસે સ્પીકર માટે નાના પટોલેનું નામ જાહેર કર્યું; અજિત પવાર BJP સાંસદને મળતા ફરી રાજકારણ ગરમાયું
અજિત પવાર

બાલાસાહેબ થોરાટના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ સ્પીકર પદ માટે નાના પટેલે (Nana Patole)ના નામ પર મહોર મારી છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર આજે (શનિવારે) વિધાનસભામાં વિશ્વાસમત મેળવશે. આ પહેલા કૉંગ્રેસ પાર્ટીએ સ્પીકરના નામની જાહેરાત કરી દીધી છે. બાલાસાહેબ થોરાટના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ સ્પીકર પદ માટે નાના પટોલે (Pana Patole)ના નામ પર મહોર મારી છે. બીજી તરફ વિશ્વાસ મત પહેલા એનસીપીના અજિત પવારે બીજેપીના સાંસદ સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો લાવી દીધો છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત બાદ ફરીથી અનેક અટકળો વહેતી થઈ છે.

ઉદ્ધવ સરકારે શનિવારે વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન શિવસેના (Shiv Sena), કૉંગ્રેસ (Congress) અને એનસીપી (Nationalist Congress Party)ના ગઠબંધનવાળી સરકાર ગૃહમાં બહુમત સાબિત કરશે. હાલ તો ત્રણેય પક્ષ પાસે કાગળ પર બહુમત છે. બીજી તરફ પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્ર પર શાસન કરનારી બીજેપી હવે વિપક્ષની ભૂમિકા નિભાવશે.

'ફ્લોર ટેસ્ટને કારણે ફડણવીસની સરકાર પડી'મહારાષ્ટ્રમાં શિવસેનાના વડપણ હેઠળની ગઠબંધનવાળી સરકારે બહુમત માટે પૂરી તૈયારી કરી લીધી છે. એનસીપીના નેતા છગન ભુજબળે એક નિવેદન આપ્યું છે કે, "આજે ફ્લોર ટેસ્ટ છે. અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું. આ ફ્લોર ટેસ્ટને કારણે દેવેન્દ્ર ફડણવીસની સરકાર ગઈ હતી. આથી આ ખૂબ અગત્યનું છે. એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે."

નાના પટોલે


કૉંગ્રેસના દિગ્ગજને હરાવનાર બીજેપી સાંસદને મળ્યા અજિત પવાર

મહારાષ્ટ્રની રાજનીતિમાં સતત બદલાઈ રહી છે. શનિવારે ગૃહમાં વિશ્વાસ મત સાબિત કરતા પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈમાં પોતાના ઘરે નાંદેડથી બીજેપીના સાંસદ પ્રતાપ ચિખલીકર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. પ્રતાપ ચિખલીકરે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના દિગ્ગજ અશોક ચવ્હાણને તેમના જ ગઢમાં હાર આપી હતી.

બીજેપી સાંસદ સાથે મુલાકાત બાદ અજિત પવારે આ અંગે ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે આ ફક્ત સૌજન્ય મુલાકાત હતી. અજિત પવારના કહેવા પ્રમાણે તેમને મળવા માટે અનેક પક્ષને લોકો આવી રહ્યા છે. સાથે જ તેમણે જવાબદારી અંગે પ્રતિક્રિયા આપી હતી કે, પક્ષ જે જવાબદારી સોંપશે તેને તેઓ સારી રીતે વહન કરશે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંજય રાઉતે જે 170 (ધારાસભ્યોની સંખ્યા)નો આંકડો આપ્યો તેના સુધી અમે પહોંચી જઈશું.
First published: November 30, 2019, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading