56 ઇંચની છાતી ક્યારે જવાબ આપશે: કોંગ્રેસ; બલિદાન વ્યર્થ નહીં જાય: મોદી

News18 Gujarati
Updated: February 15, 2019, 8:48 AM IST
56 ઇંચની છાતી ક્યારે જવાબ આપશે: કોંગ્રેસ; બલિદાન વ્યર્થ નહીં જાય: મોદી

  • Share this:
જમ્મુ કાશ્મીરના પુલવામામાં હાઇવે પર સૌથી મોટો આતંકી હુમલો થયો છે, આ હુમલામાં 37 જવાન શહીદ થયા છે, જ્યારે 40થી વધુ ઘાયલ થયા છે, CRPFનો 2500 જવાનોનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે હુમલાને અંજામ અપાયો છે. હુમલાને લઇને નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા રાજદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

પૂલવામામાં થયેલા આંતકી હુમલાની ઘટનાને વખોડતા કોંગ્રેસ પ્રવક્તા રાજદીપ સૂરજેવાલાએ કહ્યું કે 'અમે આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરીએ છીએ, શહીદોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. આ છેલ્લા પાંચ વર્ષમાં 18મો આતંકી હુમલો છે, 56 ઇંચની છાતી આ હુમલાનો ક્યારે જવાબ આપશે' . તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હુમલાની નિંદા કરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સૌથી મોટો આતંકી હુમલો, કોણે અને કેવી રીતે આપ્યો અંજામ

વડાપ્રધાન મોદીએ પણ હુમલાને સખત શબ્દોમાં વખોડી છે. વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરતાં લખ્યું કે બલીદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ જવાનો સાથે છે.

તો હુમલા બાદ હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે CRPFના DG સાથે વાતચિત કરી હતી, તથા તેઓ ટૂંક સમયમાં જ જમ્મુ કાશ્મીર જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજભવન પ્રવક્તાએ નિવેદન આપ્યું છે કે રાજ્યપાલે સુરક્ષાદળોને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન જિલ્લા સ્તરે પોલીસકર્મીઓને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે સુરક્ષાદળો પર પુલવામામાં થયેલો હુમલો આતંકીઓનું નિંદનીય અને કાયરતાપૂર્ણ કામ છે, દેશ શહીદોને સલામ કરે છે, અમે શહીદોના પરિવારો સાથે છીએ, ઘાયલો ટૂંક સમયમાં સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આતંકીઓને આ નિંદનીય કૃત્ય માટે ક્યારેય નહીં ભૂલાય તેવો પાઠ ભણાવીશું.
First published: February 14, 2019, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading