કોંગ્રેસ પાર્ટીને એક અમિત શાહની જરૂર છે : નટવરસિંહ

નટવરસિંહે રાહુલ ગાંધીની રાજીનામું આપવાની જિદ પર કહ્યુ કે સવાલ એ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપી દેશે તો તેમનું પદ કોણ સંભાળશે?

News18 Gujarati
Updated: May 30, 2019, 1:04 PM IST
કોંગ્રેસ પાર્ટીને એક અમિત શાહની જરૂર છે : નટવરસિંહ
નટવરસિંહ
News18 Gujarati
Updated: May 30, 2019, 1:04 PM IST
અફસર અહમદ : ક્યારેક ગાંધી પરિવારના અત્યંત નજીકના માનવામાં આવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવરસિંહે ન્યૂઝ18 હિન્દી સાથે વાતચીતમાં કોંગ્રેસની હાર વિશે કહ્યું કે, પાર્ટીને અમિત શાહ જેવા મજબૂત નેતાની જરૂર છે, જે શક્ય નથી. તેમણે બીજેપીના સંગઠિત વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન નટવરસિંહે પક્ષની અંદર ફેલાયેલી અરાજકતા માટે પાર્ટીના શીર્ષ નેતાઓ પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અમુક મોટા કોંગ્રેસી નેતાઓના નામ લીધા હતા. જેમણે પોતાના પુત્રોને ટિકિટ આપવા માટે દબાણ ઉભું કર્યું હતું. આ અંગે નટવરસિંહે કહ્યુ કે, જ્યારે પાર્ટી અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધું છે ત્યારે આ મુખ્યમંત્રીઓ હજુ સુધી પદ પર કેમ છે? તેઓ જતા કેમ નથી. તેમણે જાતે જ રાજીનામું આપી દેવું જોઈએ.

તેમણે કહ્યુ, "કોંગ્રેસ પક્ષમાં હંમેશા એવું બનતું આવ્યું છે કે કાર્યકારિણી બેઠકમાં તમારો વડો જે કહે છે તે બહાર આવી જાય છે. તમારે જાતે જ કહી દેવું જોઈએ કે અમે ઘરે જઈ રહ્યા છીએ. પરંતુ આવું ન થયું. હું તો 25 વર્ષ રહ્યો છું. નહેરુજી, પટેલ જી અને ગાંધી જીનો સમય કંઈક અલગ જ હતો, હવે આ બધું જવા દો."

નટવરસિંહે રાહુલ ગાંધીની રાજીનામું આપવાની જિદ પર કહ્યુ કે સવાલ એ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપી દેશે તો તેમનું પદ કોણ સંભાળશે? તેમણે સ્પષ્ટ કરી દીધું કે પ્રિયંકા આ પદ પર નહીં આવે. માતા સોનિયા પણ આ પદ પર નહીં બેસે તો પછી કોણ આવશે? નટવરસિંહે કહ્યું કે આવી હાલતમાં પદ છોડી દેવું જ યોગ્ય રહેશે. જોકે, તેમણે કહ્યું કે એક અઠવાડિયામાં જ નવા અધ્યક્ષ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

યૂપી-દિલ્હીમાં ગઠબંધન કરવું જોઈએ

લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉઠાવતા નટવરસિંહે કહ્યું કે, કોંગ્રેસે હકીકતમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગઠબંધન કરવાની જરૂર હતી. આવું કરવાથી કંઈ નહીં તો વોટ શેર તો વધતો.
Loading...

પ્રિયંકાને લાવવાનો સમય ખોટો

નટવરસિંહે પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી મેદાનમાં ઉતારવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો હું હોત તો પ્રિયંકાને બે વર્ષ પહેલા લાવવાની સલાહ આપતો. પ્રિયંકા ત્રણ મહિનામાં શું કરી શકે. મારા મત પ્રમાણે આપણી લોકશાહીને એક પરિપક્વ કોંગ્રેસ જોઈએ છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી 50 ઉપરના તમામ લોકોને બહાર લાવવામાં આવે

અવારનવાર કોંગ્રેસ પર એવો આરોપ લાગી રહ્યો છે કે સમયની સાથે તેમની પાસે કાર્યકરો ઓછા અને નેતાઓ વધારે થઈ ગયા છે. નટવરસિંહે કોંગ્રેસની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં હયાત 50થી વધારે ઉમરના લોકોને બહાર કરી દેવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસમાં બહુ જવાન લોકો છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...