મહારાષ્ટ્ર અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, ત્રણે પક્ષોએ રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો

News18 Gujarati
Updated: November 24, 2019, 7:34 AM IST
મહારાષ્ટ્ર અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, ત્રણે પક્ષોએ રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

સુપ્રમી કોર્ટમાં દાખલ અરજીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થ હોવાનો દાવો કર્યો છે.

  • Share this:
મહારાષ્ટ્રમાં નવી સરકારનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં (supreme court) શિવસેના (shivsena), કોંગ્રેસ (congress), અને એનસીપીએ (NCP) અરજી દાખલ કરી છે. આ અરજીમાં મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એ આદેશને રદ કરવાની માંગણી કરી છે જે સવારે સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતા. સુપ્રીમ કોર્ટ ત્રણ દળોની અરજી ઉપર સુનવણી કરવા માટે તૈયાર છે. હવે રવિવારે સવારે આશરે 11.30 કલાકે સુપ્રમી કોર્ટમાં મહારાષ્ટ્ર મામલા અંગે સુનવણી થશે.

સુપ્રમી કોર્ટમાં દાખલ અરજીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થ હોવાનો દાવો કર્યો છે. ત્રણે પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે અદાલત વહેલી તકે સંભવ એટલે કે રવિવારેજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપે. આ પરથી સ્પષ્ટ થઈ જશે કે બહુમત ઉદ્ધવ ઠાકરે પાસે છે કે દેવેન્દ્ર ફડણવીસ પાસે.

આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રની રાજનીતિના 12 કલાકઃ આવી રીતે બદલાયા સત્તા સમીકરણો અને BJPએ મારી બાજી

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં તાજા રાજનૈતિક ઘટનાક્રમ બાદ રાજ્યપાલની ભૂમિકાને લઈ જાત-જાતના પ્રશ્ન ઉઠી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે બીજેપી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવી. એનસીપી નેતા અજિત પવારને ઉપ મુખ્યમંત્રી પદ માટે શપથ લેવડાવ્યા. પરંતુ, આ નિર્ણયને લઈ વિપક્ષી પાર્ટીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. કોંગ્રેસ, શિવસેના અને એનસીપી નેતા શરદ પવારે રાજ્યપાલના આ નિર્ણયને સંવિધાન અંતર્ગત નથી માન્યો.

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

શું કહે છે સંવિધાન વિશેષજ્ઞરાજ્યપાલના આ નિર્ણય પર સંવિધાન વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. દેશના જાણિતા સંવિધાન વિશેષજ્ઞ અને લોકસભાના પૂર્વ મહાસચિવ સીકે જૈને ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું કે, રાજ્યપાલ મોટાભાગે ત્રણથી 10 દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે સમય આપી દે છે. આ એક આદર્શ સ્થિતિ છે, પરંતુ સંવિધાનમાં એવું સ્પષ્ટ નથી લખવામાં આવ્યું કે, રાજ્યપાલે એક બહુમત સાબિત કરવા માટે એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જ સમય આપવો પડે. આ રાજ્યપાલનો વિશેષાધિકાર અને સ્વવિવેક છે કે તે 3 દિવસનો સમય આપે અથવા તેનાથી વધારે. મહારાષ્ટ્રમાં જો રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે સમય ન આપ્યો તો, વિપક્ષી પાર્ટીઓએ રાજ્યપાલને મળી સદન બોલાવવાનું કહેવું જોઈએ.

આ પણ વાંચોઃ-વડોદરાઃ ક્લાસ ટુ અધિકારી પરસ્ત્રી સાથે ગેસ્ટ હાઉસમાં હતો ને પત્ની આવી ચડી અને....

જૈન આગળ કહે છે કે, રાજ્યપાલ પાસે એ પણ અધિકાર છે કે, તે કોને મુખ્યમંત્રી નિયુક્ત કરે છે. તે રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરે છે, તે સંતુષ્ટ હોય તો તે મુક્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકે છે. રાજ્યપાલ દ્વારા પોતાના વિવેકથી લેવામાં આવેલો નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી નથી શકાતી.

જોકે, શિવસેનાએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ અને અજિત પવારને ડ઼ે. સીએમ તરીકે શપથ લેવડાવવાના વિરોધમાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજેપીનો દાવો છે કે, તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.
Published by: ankit patel
First published: November 23, 2019, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading