ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન, પુણેમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન, પુણેમાં ચાલી રહી હતી સારવાર
રાજીવ સાતવને 22 એપ્રિલે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, પુણેની જહાંગીર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

રાજીવ સાતવને 22 એપ્રિલે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, પુણેની જહાંગીર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી

  • Share this:
    પુણે. ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress)ના પ્રભારી અને રાજ્યસભા (Rajya Sabha) સાંસદ રાજીવ સાતવ (Rajeev Satav)નું કોરોના સંક્રમિત થયા બાદ નિધન થયું છે. તેઓ માત્ર 46 વર્ષના હતા. રાજીવ સાતવને ગત મહિને જ કોરોના થયો હતો. થોડાક દિવસથી તેઓ પુણે (Pune)ની જહાંગીર હૉસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ સાતવ કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત હતા.

    રાહુલ ગાંધીના નજીકના મનાતા રાજીવ સાતવને કોરોના સંક્રમણ થયા બાદ એક નવા વાયરસનું સંક્રમણ થઈ ગયું હતું અને તેમની હાલત ગંભીર હતી. રાજીવ સાતવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે.



    કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી. સુરજેવાલાએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, 'નિશબ્દ! આજે એક એવા સાથી ગુમાવી દીધા જેમણે જાહેર જીવનનું પહેલું પગલું યુવા કૉંગ્રેસમાં મારી સાથે ભર્યું અને આજ સુધી એક સાથે ચાલ્યા પણ આજે...સાતવની સાદગી, બેબાક સ્મીત, જમીન સાથે જોડાણ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા યાદ આવશે. અલવિદા મારા દોસ્ત! જ્યાં રહો, ચમકતા રહો!!!'

    આ પણ વાંચો, અદાર પૂનાવાલાના પિતા સાયરસ પણ લંડન પહોંચ્યા, બોલ્યા- દેશ છોડીને ભાગ્યા નથી

    કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને રાજીવ સાતવને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મારા દોસ્ત રાજીવ સાતવને ગુમાવીને હું ખૂબ દુઃખી છું. કૉંગ્રેસની વિચારધારાને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવતા તેઓ નેતા હતા. તેમનું નિધન અમારા માટે મોટી ખોટ સમાન છે. તેમના પરિવારને મારી સાંત્વના અને હુંફ.

    વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, સંસદથી મારા મિત્ર શ્રી રાજીવ સાતવજીના નિધનથી વ્યથિત છું. તેઓ આવનારા સમયના નેતા હતા જેમનામાં ઘણી સંભાવનાઓ હતી. તેમના પરિવાર, દોસ્તો અને સમર્થકો પ્રતિ સંવેદના. શાંતિ.

    આ પણ વાંચો, Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!



    નોંધનીય છે કે, રાજીવ સાતવની 25 એપ્રિલ સુધી તબિયત સ્થિર હતી. 25 એપ્રિલે કેટલીક તકલીફ ઊભી થયા બાદ તેમને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા અને ત્રણ દિવસ બાદ તેમને વેન્ટિલેટરપર રાખવામાં આવ્યા. રાજીવ સાતવ મહારાષ્ટ્રના રાજ્યસભા સભ્ય હતા. આ પહેલા તેઓ લોકસભા સાંસદ હતા. 2014ની ચૂંટણીમાં તેઓ મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:May 16, 2021, 09:53 am

    ટૉપ ન્યૂઝ