દિલ્હી: કોંગ્રેસના વધુ એક નેતા ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમલનાથના પુત્ર નકુલનાથ તિલક લૂછતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમના પુત્ર પર નિશાન સાધી રહ્યા છે.
હાલમાં જ કોંગ્રેસ સાંસદ છિંદવાડાના પરાસિયામાં પાર્ટી ઉમેદવારના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના માથે તિલક હતું, પરંતુ રોડ શો વચ્ચે અચાનક જ તેમણે આ તિલક લૂંછી લીધું હતું. જે બાદ ભાજપ દ્વારા તેમના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 12, 2022
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, નકુલનાથ તેમના સમર્થકો સાથે એક ગાડીમાં સવાર હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. તેમના માથે તિલક જોવા મળી રહ્યું હતું, પરંતુ રોડ શો દરમિયાન અચાનક કોંગ્રેસ સાંસદ આ તિલક લૂંછી લેતા દેખાય છે. વીડિયોમાં તેમની આસપાસ ઘણા સમર્થકો પણ નજરે પડે છે.
નકુલનાથનો આ વીડિયો દિલ્હી ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતાં લખ્યું કે, 'તેમના' વિસ્તારમાં પ્રવેશ કરતાં પહેલા તિલક દૂર કર્યું. ભાજપના એક નેતાએ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક કોંગ્રેસ નેતા હિંદુ ઓળખથી નફરત કરે છે. તેઓ ચૂંટણી વખતે ગમે તેટલી દોડભાગ કરે પણ હિંદુઓથી તેમની આ નફરત છૂપી શકતી નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર