'મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપો,' કૉંગ્રેસના સાંસદનો સોનિયા ગાંધીને પત્ર

News18 Gujarati
Updated: November 2, 2019, 4:14 PM IST
'મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપો,' કૉંગ્રેસના સાંસદનો સોનિયા ગાંધીને પત્ર
શરદ પવાર, સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

દલવાઇએ કહ્યુ કે 2007માં રાષ્ટ્રપતિ ચૂંટણી (President Election)માં શિવસેનાએ (Shiv Sena) કૉંગ્રેસના (Congress)ના ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું. જ્યારે વર્ષ 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ પ્રણવ મુખરજી (Pranab Mukherjee)નું સમર્થન કર્યું હતું.

  • Share this:
મુંબઈ : કૉંગ્રેસ (Congress)ના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈ (Hussain Dalwai)એ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)ને પત્ર લખીને શિવસેના (Shiv Sena)ને સમર્થન આપવાની સલાહ આપી છે. દલવાઈના જણાવ્યા પ્રમાણે પ્રતિભા પાટિલ (Pratibha Patil) અને પ્રણવ મુખરજી (Pranab Mukherjee)ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે બીજેપી (BJP)ને સત્તાથી બહાર રાખવા માટે કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.

શિવસેનાએ કૉંગ્રેસનું સમર્થન કર્યું હતું

દલવાઈએ કહ્યુ કે 2017માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું. જ્યારે વર્ષ 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. 1980ની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. 1975માં બાલાસાહેબ ઠાકરેએ ખુલ્લેઆમ કટોકટીને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમજ 1977ની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું હતું. 1980ની ચૂંટણીમાં કૉંગ્રેસને સમર્થન આપવા માટે શિવસેના એક પણ બેઠક પરથી ચૂંટણી લડી ન હતી.

આ પણ વાંચો : પવારની ફડણવીસને સલાહ, અયોધ્યાના નિર્ણય પહેલા બનાવી લેવી જોઈએ સરકાર

બાલાસાહેબ થોરાટનું નિવેદન

નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે એક નિવેદન આપીને સંકેત આપ્યો હતો કે જો NCP (Nationalist Congress Party) અને શિવસેના (Shiv Sena) સાથે મળીને સરકાર બનાવવા અંગે વિચારી રહી છે તો અમે દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાતચીત કરીશું. બોલાસાહેબ થોરાટે કહ્યુ હતુ કે, અમને શિવસેના તરફથી હજુ સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જો તેમના તરફથી કોઈ પ્રસ્તાવ આવે છે તો અમે દિલ્હીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading