Home /News /national-international /કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યાં હતા
કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યાં હતા
કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન.
જલંધરના કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થયું છે. તે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે સામેલ હતા અને અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. પછીથી તેમને તાત્કાલિક ફગવાડાની વિર્ક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું છે.
જલંધરઃ પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંતોખ સિંહ ચૌધરીનું નિધન થયું છે. ચૌધરીએ શનિવારે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક વિર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. ચૌધરીના મૃત્યુ બાદ ભારત જોડો યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.
#WATCH | Punjab: Congress MP Santokh Singh Chaudhary was taken to a hospital in an ambulance in Ludhiana, during Bharat Jodo Yatra. Details awaited.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓ વિર્ક હોસ્પિટલ પહોંચ્યા છે. યાત્રા દરમિયાન ચૌધરી અચાનક ગભરાઈને જમીન પર પડી ગયા હતા. તેમને એમ્બ્યુલન્સમાં ફિલૌરની વિર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ રાણા ગુરજીત સિંહ અને વિજય ઈન્દર સિંગલાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરતા ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે કે 'જલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અકાળ અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઉલ્લેખનીય કે સંતોખ સિંહ ચૌધરી પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને જલંધર લોકસભા મતવિસ્તારના સાંસદ હતા. સંતોખ સિંહે 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર