જબલપુર, મધ્ય પ્રદેશ : જબલપુર કોંગ્રેસના (congress)ધારાસભ્ય સંજય યાદવના (Congress MLA Snajay Yadav) પુત્ર વિભુ યાદવે આત્મહત્યા ( vibhu Yadav Suicide)કરી છે. તેણે પોતાના ઘરે લાયસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી. વિભુ 16 વર્ષનો હતો. આત્મહત્યાના (suicide)સાચા કારણ વિશે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળેથી 4 પાનાની એક સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે લખ્યું છે કે મારા મમ્મી, પાપા અને ભાઇ બધા સારા છે. મને તેમનાથી કોઇ ફરિયાદ નથી. હું હવે પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું.
જબલપુરમાં બરગીથી ધારાસભ્ય સંજય યાદવના પુત્ર વિભુએ ઘરમાં રહેલી લાયસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરી હતી. ગોળી તેના માથામાં વાગી છે. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના લોકો દોડી આવ્યા હતા પણ ત્યારે વિભુ લોહીથી લથપથ થઇને પડ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી તેનું મોત થયું હતું. આ દુર્ઘટના ધારાસભ્યના હાથી તાલ વાળા ઘરે બની છે.
સૂત્રો દ્વારા માહિતી મળી છે કે વિભુએ ચાર પાનાની સુસાઇડ નોટ લખી છે. જેમાં ઘણી વાતો લખેલી છે. વિભુએ લખ્યું કે મારા મમ્મી, પાપા અને ભાઇ બધા સારા છે. મને તેમનાથી કોઇ ફરિયાદ નથી. હું હવે પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું. તેણે પોતાના પાંચ મિત્રોને પણ મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું કે તમે બધા ઘણા સારા છો, તમારી સંભાળ રાખજો. હું જઇ રહ્યો છું. વિભુ સાઇકોલોજીમાં અભ્યાસ કરી રહ્યો હતો અને આગળના અભ્યાસ માટે વિદેશ જવા માંગતો હતો.
FSLની ટીમ પહોંચી
સુસાઇડના સમાચાર મળ્યા તો FSLની ટીમ ધારાસભ્ય સંજય યાદવના ઘરે પહોંચી હતી. સુસાઇડના કારણો અને તથ્યોની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના મતે એક ગોળી વિભુના માથામાં લાગી છે. બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સાચી માહિતી સામે આવશે.
પૂર્વ સીએમ અને પીસીસી ચીફ કમલનાથે સંજય યાદવના પુત્રના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે મારા નજીકના સાથી, ધારાસભ્ય સંજય યાદવના પુત્ર વિભુ યાદવના નિધનના ઘણા દુ:ખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર પ્રત્યે મારી શોક સંવેદનાઓ છે. ઇશ્વર વિભુને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર