જ્યારે કેરળ વિધાનસભામાં ગ્રેનેડ લઇને ઘુસ્યાં કોંગ્રેસનાં MLA!

આ ગ્રેનેડનો ઉપયોગ ગત અઠવાડિયે યૂથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને ડરાવવા અને તેમનાં પ્રદર્શન સ્થળથી પર ભગાવવા માટે થયો હતો.

આ ગ્રેનેડનો ઉપયોગ ગત અઠવાડિયે યૂથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને ડરાવવા અને તેમનાં પ્રદર્શન સ્થળથી પર ભગાવવા માટે થયો હતો.

 • Share this:
  કેરળ: થિરુવંચૂરથી કોંગ્રેસનાં ધારાસભ્ય રાધાકૃષ્ણન વાપરેલો ગ્રેનેડ લઇને વિધાનસભામાં પહોચ્યા હતાં. તેમણે ગ્રેનેડ શેલ વિધાનસભા અધ્યક્ષને પણ દેખાડ્યા હતાં. કોંગ્રેસનાં ધારાસભ્યએ જણાવ્યું કે આ ગ્રેનેડનો ઉપયોગ
  ગત અઠવાડિયે યૂથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને ડરાવવા અને તેમનાં પ્રદર્શન સ્થળથી પર ભગાવવા માટે થયો હતો.

  કેરળ વિધાનસભામાં બુધવારે એક અચંભિત કરતી ઘટના બની. કોંગ્રેસનાં એક ધારાસભ્ય હાથમાં ગ્રેનેડ શેલ લઇને દાખલ થયા. MLAનાં હાથમાં ગ્રેનેડ જોઇને ત્યાં હાજર સૌ કોઇ સભ્યો ડઘાઇ ગયા હતાં.  MLA રાધાકૃષ્ણનનાં જણાવ્યા પ્રમાણે, પોલીસે જે ગ્રેનેડનો ઉપયોગ કોંગ્રેસ કાર્યકર્તાઓને ભગાડવા માટે કર્યો હતો તેની એક્સપાયરી ડેટ પૂર્ણ થઇ ગઇ હતી. MLAનું વિધાનસભામાં તે જણાવવું હતું કે પોલીસ એક્સપાયર થઇ ગયેલાં ગ્રેનેડનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

  જોકે, કોંગ્રેસનાં MLAનાં આ રીતે વિધાનસભામાં ગ્રેનેડ લઇને આવવાથી ત્યાં હંગામો મચી ગયો હતો. કેરળનાં CM પિનારાઇ વિજયને આ ઘટનાની નિંદા કરતાં આપત્તિ દર્શાવી હતી. CMનાં જણાવ્યા અનુસાર, આવું કરવું સુરક્ષા માટે ખતરો છે.
  Published by:Margi Pandya
  First published: