ચંદીગઢ : રાજ્યોમાં રાજનીતિક પાર્ટીઓની સરકાર (Government)બદલવા પર ક્યારેક ક્યારેક રસપ્રદ સમાચાર સામે આવતા રહે છે. મંત્રીઓનો સરકારી બંગલાનો (Government Bungalow)પ્રેમ પણ ચર્ચામાં રહે છે. હાલમાં પંજાબમાં (Punjab)આવો જ કેસ જોવા મળી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party)સરકાર બન્યા પછી કોંગ્રેસના (Congress)મંત્રીઓને સરકારી બંગલા ખાલી કરવા માટે કહ્યું હતું. પંજાબના લોક નિર્માણ વિભાગનું માનવામાં આવે તો કોંગ્રેસના મંત્રીઓએ બંગલા તો ખાલી કરી દીધા છે પણ તેમાંથી લાખો રૂપિયાનો કિંમતી સામાન ગાયબ છે.
પંજાબ લોક નિર્માણ વિભાગે વિધાનસભા સચિવને પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. જેમાં સરકારી કોઠીયોમાંથી ફર્નિચર સિવાય ઇલેક્ટ્રિક આઇટમ ઓછી થવાની ફરિયાદ કરી છે. આ વસ્તુઓમાં એલઇડી, ડાઇનિંગ ટેબલ, ફ્રિઝ, ખુરશીઓ, સોફા, પંખા સામેલ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી બધા પૂર્વ મંત્રીઓને કોઠી ખાલી કરવાના આદેશ મળ્યા અને આ દરમિયાન પૂર્વ વિત્ત મંત્રી મનપ્રીત બાદલ અને પૂર્વ કેબિનેટ મંત્રી ગુરપ્રીત સિંહ કાંગડે બંગલા ખાલી કરી દીધા છે.
પીડબલ્યુડી તરફથી કરવામાં આવેલી ફરિયાદ પછી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પૂર્વ મંત્રી બંગલા ખાલી કરવાની સાથે સામાન પણ પોતાની સાથે લઇ ગયા છે. જોકે આ સામાનનું શું થયું છે તે વિશે કશું પણ સ્પષ્ટ થયું નથી પણ લોક નિર્માણ વિભાગે જાહેર કરાયેલા પત્રમાં મંત્રીઓથી સામાન વિભાગને પાછો આપવા નિવેદન કર્યું છે.
વિભાગના ઉપમંડલ એન્જીનિયરે જાહેર પત્રાંક નંબર 135, 24 માર્ચના રોજ લખ્યું કે પૂર્વ મંત્રી મનપ્રીત સિંહ બાદલ સેક્ટર 2 સ્થિત કોઠી નંબર 47 ખાલી કરી દીધી છે. વિભાગના જૂનિયર એન્જીનિયર લવપ્રીત સિંહે પોતાના રિપોર્ટમાં લખ્યું કે કોઠીમાંથી એક ડાઇનિંગ ટેબલ, 10 ડાઇનિંગ ખુરશીઓ, એક સર્વિસ ટ્રોલી અને એક રિંક લોયનર સોફો ઓછો છે.
આ જ રીતે પત્ર નંબર 5263, 10 માર્ચમાં લખ્યું છે કે પૂર્વ મંત્રી ગુરપ્રીત સિંહ કાંગડ સેક્ટર 17 સ્થિત કોઠી નંબર 960માં કિંમત સામાન ઓછો મળવાનો રિપોર્ટ છે. આ કોઠીમાંથી 420 લીટરનું નવું ફ્રિઝ (કિંમત 65530 રૂપિયા), 422 લીટરનું ફ્રિઝ (કિંમત 44000 રૂપિયા), 43 ઇંચની પાંચ એલઇડી (કિંમત 2,98100), ઓએફઆરઆરના ચાર હીટર (કિંમત 56680), 6 હીટર (કિંમત 13110 રૂપિયા), પાંચ પંખા (કિંમત 8000 રૂપિયા) ગાયબ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર