નવી દિલ્હી : કોંગ્રેસ (Congress)નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે રાજસ્થાનના જયપુરમાં મોંઘવારી હટાવો રેલીને (Congress Mehangai Hatao Rally) સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હિન્દુત્વવાદી પોતાનું આખું જીવન સત્તાની શોધમાં ખર્ચ કરી નાખે છે. તે સત્તા સિવાય બીજુ કશું ઇચ્છતા નથી અને આ માટે કશું પણ કરશે. તે સત્યાગ્રહ નહીં પણ સત્તાગ્રહના પથ પર ચાલે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશ હિન્દુઓનો છે, ના હિન્દુત્વવાદીઓનો. રાહુલે કહ્યું કે આ બે અલગ-અલગ શબ્દ છે અને તેનો મતલબ સાવ અલગ છે. હું હિન્દુ છું પણ હિન્દુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ પણ નાથુરામ ગોડ્સે હિન્દુત્વવાદી.
વાયનાડના સાંસદે કહ્યું કે ભલે કશું પણ થઇ જાય હિન્દુ સત્યને શોધે છે. તેનો રસ્તો સત્યાગ્રહ છે. આખું જીવન તે સચ્ચાઇને શોધવામાં કાઢી નાખે છે. મહાત્મા ગાંધીએ લખ્યું - સત્ય કી ખોજ. તેમણે આખું જીવન સચ્ચાઇની શોધમાં પસાર કર્યું અને અંતમાં એક હિન્દુત્વવાદીએ તેની છાતીમાં ગોળી મારી દીધી. હિન્દુત્વવાદી પોતાનું બધુ જીવન સત્તાની શોધમાં લગાવે છે. તેને સચ્ચાઇ સાથે કશું લેવા દેવા નથી. તેને ફક્ત સત્તા જોઈએ. તે કોઇને પણ મારી નાખશે, સળગાવી દેશે, કાપી નાખશે, પીટાઇ કરશે. તેમનો રસ્તો સત્તાગ્રહ છે.
હિન્દુત્વવાદી અને હિન્દુ વચ્ચે ફર્ક છે - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ પોતાના ડરનો સામનો કરે છે અને એક ઇંચ પાછળ હટતો નથી. તે શિવજીની જેમ પોતાના ડરને ગળી જાય છે. હિન્દુત્વવાદી પોતાના ડર આગળ માથું ટેકાવે છે. હિન્દુત્વવાદીને તેને ડર ડૂબાડી દેશે, જેનાથી તેના મનમાં નફરત જન્મે છે. હિન્દુના દિલમાં શક્તિ, પ્રેમ ઉત્પન થાય છે. આ હિન્દુત્વવાદી અને હિન્દુ વચ્ચે ફર્ક છે. હું તમને આ ભાષણ એટલા માટે આપ્યું કારણ કે તમે લોકો હિન્દુ છો, હિન્દુત્વવાદી નથી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે 2014થી હિન્દુઓનું નહીં હિન્દુત્વવાદીઓનું રાજ છે. આપણે ફરી એક વખત હિન્દુત્વવાદીઓને બહાર કરવાના છે અને હિન્દુઓનું રાજ લાવવાનું છે. હિન્દુ બધાને ભેટે છે, હિન્દુ દરેક ધર્મનું આદર કરે છે. હિન્દુને કોઇથી ડર લાગતો નથી. તમે કોઇપણ ગ્રંથ વાંચો. રામાયણ, ગીતા, ઉપનિષદ વાંચો..ક્યાં લખ્યું છે કોઇ ગરીબને મારવાનો છે. ગીતામાં લખ્યું છે કે સત્યની લડાઇ લડો. ગીતામાં કૃષ્ણએ અર્જૂનને કહ્યું હતું કે પોતાના ભાઈઓને સત્તા નહીં પણ સચ્ચાઇ માટે મારો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર