નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)વરિષ્ઠ નેતાઓ સહિત ઘણા સદસ્ય સતત સંગઠનમાં ફેરફારની માંગણી કરી રહ્યા હતા. તેને લઈને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi)શનિવારે બેઠક કરી હતી. આ મીટિંગ પછી રાહુલ ગાંધીએ (Rahul Gandhi)કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે તેને નિભાવશે. ખાસ વાત એ છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાહુલને અધ્યક્ષ પદ સંભાળવાનો આગ્રહ કર્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈને સૂત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ને જ પાર્ટી અધ્યક્ષની જવાબદારી આપવા માંગે છે.
સૂત્રોના મતે રાહુલે કહ્યું કે આ મુદ્દાને ચૂંટણી પર છોડી દેવો જોઈએ. આ પછી જ કોંગ્રેસ નેતાઓએ તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના મતે રાહુલ ગાંધીએ કહ્યું કે હું વરિષ્ઠ નેતાઓને મહત્વ આપું છું. તેમાંથી ઘણા લોકોએ મારા પિતા સાથે કામ કર્યું છે. અધ્યક્ષ બનાવવાના વરિષ્ઠ નેતાઓના આગ્રહ પર રાહુલે કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તેને નિભાવવા માટે તૈયાર છું.
સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર થયેલી બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરુર સહિત ઘણા નેતા સામેલ થયા હતા. આ નેતા પત્ર લખનાર 23 નેતાઓમાં સામેલ હતા. બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે બધા નેતાઓએ સાથે મળીને ચાલવા અને સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. આવનાર સમયમાં સંગઠન, વિભિન્ન મુદ્દા પર સરકારને ઘેરવાના અને અન્યા મુદ્દા પર પર ચર્ચા માટે ચિંતિન શિવિરનું આયોજન કરવામાં આવશે.
" isDesktop="true" id="1056587" >
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના સક્રિય અધ્યક્ષ અને વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવાની માંગણી કરી હતી. જેને કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટી નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવારને પડકાર તરીકે લીધા હતા. ઘણા નેતાઓએ ગુલાબ નબી આઝાદ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર